સુરત બન્યું ગુનાખોરીનું ઘર- વધુ એકવાર આ વિસ્તારમાં ખેલાયો ‘ખૂની ખેલ’

0
369

સુરત શહેરમાં દિવસેને દિવસે લુખ્ખાતત્વો આને ગુંડાઓનો આતંક વધી રહ્યો છે, છેલ્લા ઘણા સમયથી કેટલાય કિસ્સાઓ પ્રકાસમાં આવ્યા છે. ખુલ્લેઆમ સુરત શહેરમાં કોની ક્યારે હત્યા થઇ જાય છે એની જાન કોઈને પણ નથી. ખુલ્લેઆમ બજારોમાં હથિયાર લઈને રખડતા લુખ્ખાતત્વોની તસ્વીરો ઘણીવાર સામે આવી છે. આવા સમય વચ્ચે ફરીએકવાર સુરત શહેરના એક વિસ્તારમાં ‘ખૂની ખેલ’ ખેલાયો છે…

આજકાલ સુરત ગુનાખોરીનું ઘર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. સુરત શહેરમાં ફરી એક વધુ હત્યાનો બનાવ બન્યો છે. આ અગાઉ પણ સુરત શહેરમાં આવા ઘણા બનાવો બની ચુક્યા છે.

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. આ યુવક અજલા બહેરા હોવાનું સામે આવ્યું છે. જે એક બુટલેગર હતો તેવી માહિતી મળી આવી છે. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અજાણ્યા લોકોએ બૂટલેગરની હત્યા કરી હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

કોઈ દારૂના ધંધા બાબતે આ યુવક પર હુમલો કરી આરોપીઓ ભાગી છૂટયા હતા. હુમલો થયા બાદ તેને ગંભીર હાલતમાં મહાવીર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરોએ આ યુવકને મૃત જાહેર કર્યો હતો. આ કિસ્સો સામે આવતા સુરત શહેરના લોકોમાં ડરનો માહોલ જામ્યો છે. કારણ કે દિવસે ને દિવસે આવી ઘટનાઓ સામે આવી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પાગલ લેવામાં નથી આવી રહ્યા.

આ સમગ્ર ઘટનાની જાણકારી મળતાં પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તપાસ હાથ ધરી હતી. અને આ ઘટનાને અંજામ આપનાર આરોપીઓ કોણ છે એની કોઈ જાણકારી હાથ આવી નથી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ઘટના પાછળ તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here