- પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે
અમરેલી SP નિર્લિપ્ત રાયની ટીમે પોલીસ ક્વાર્ટરમાં ચેકીંગ હાથ ધરતા પોલીસ આવાસના 12 જેટલા પોલીસકર્મી વીજચોરી કરતા ઝડપાયા હતા. ઝડપાયેલા 12 પોલીસકર્મીને ક્વાર્ટર છોડવા SP નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. જેથી પોલીસ બેડામાં સન્નાટો છવાઈ ગયો છે.
12 કર્મીને આવાસ છોડવા આદેશ
પોલીસ આવાસમાં SP નિર્લિપ્ત રાયની ટીમે ચેકીંગ કરતાં આવાસમાં રહેતા 12 પોલીસ જવાનોને વીજચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ તમામ પોલીસ જવાનને પોલીસ આવાસ ખાલી કરવા નિર્લિપ્ત રાયે આદેશ કર્યો છે. પોલીસ ખાતામાં અને કાયદાના જાણકાર હોવા છતાં વીજચોરી કરવી ગુનો બને છે. જેથી તાત્કાલિક પોલીસ ક્વાર્ટર છોડવા આદેશ કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ક્રમ | નામ | ફરજનું સ્થળ | ક્વાર્ટરની વિગત |
1 | શિવરાજ વાળા | ACB પો.સ્ટે. | બ્લોક નં-7, રૂમ નં-1 |
2 | શીવાભાઈ જાજળીયા | CID ક્રાઈમ | બ્લોક નં-7, રૂમ નં-12 |
3 | નારણભાઈ જાગસર | હેડ ક્વાર્ટર-અમરેલી | બ્લોક નં-8, રૂમ નં-4 |
4 | અરવિંદભાઈ ચૌહાણ | અમરેલી તાલુકા | બ્લોક નં-9, રૂમ નં-1 |
5 | જ્યોત્સનાબેન ધમલ | અમરેલી સીટી | બ્લોક નં-9, રૂમ નં-2 |
6 | હિતેષભાઈ ભેવલીયા | માઉન્ટેડ શાખા | બ્લોક નં-9, રૂમ નં-7 |
7 | ચંદનગીરી ગોસ્વામી | અમરેલી સીટી | બ્લોક નં-9, રૂમ નં-8 |
8 | શ્રદ્ધાબેન ગરૈયા | અમરેલી તાલુકા | બ્લોક નં-9, રૂમ નં-9 |
9 | રવિરાજભાઈ ખુમાણ | હેડ ક્વાર્ટર-અમરેલી | બ્લોક નં-9, રૂમ નં-10 |
10 | પારૂલબેન ગોરધનભાઈ | અમરેલી સીટી | બ્લોક નં-9, રૂમ નં-11 |
11 | રતનબેન જાદવ | અમરેલી સીટી | બ્લોક નં-9, રૂમ નં-13 |
12 | પારસબેન ધડુક | SOG | બ્લોક નં-9, રૂમ નં-14 |
SPએ લેડી ડોન સોનુ ડાંગર પર GUJCTOCનો ગુનો દાખલ કરી દાખલો બેસાડ્યો હતો
છેલ્લા 2 વર્ષથી અમરેલીના પોલીસ સુપ્રિટેન્ડન્ટ તરીકે નિર્લિપ્ત રાય ખુબ સારી કામગીરી કરી રહ્યાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુનેગારોને નાથવાનું કામ SP રાયને સોંપવામાં આવ્યુ છે. અમરેલી સહિત સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં પોલીસને હંફાવનાર લેડી ડોન સોનુ ડાંગર અને શિવરાજ વીંછીયા સહિત આ ગેંગના 9 સભ્યો સામે પ્રથમ એવો ગુજરાત કંટ્રોલ ટેરેરીઝમ એન્ડ ઓર્ગોનાઈઝ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળનો ગુનો દાખલ કરીને દાખલો બેસાડ્યો છે. ત્યારે આજે ફરી 12 પોલીસકર્મીને વીજચોરી મામલે ઝડપી પાડી અમરેલી SP નિર્લિપ્ત રાયની કાયદા પ્રત્યેની અને ફરજ પ્રત્યેની નિષ્ઠા ફરી સામે આવી છે.