સુશાંતે મોતના એક દિવસ અગાઉ કર્યું હતું આ મહત્વનું કામ, કેરટેકરે કર્યો ખુલાસો

0
141

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત બાદ તેના પરિવાર અને મિત્રોમાં જેટલો શોક વ્યાપી ગયો છે એટલો જ શોકાતુર તેનો ડોગી ફજ પણ જોવા મળી રહ્યો છે. અભિનેતાની વિદાય બાદ ફજને તેના પરિવારજનો તેમની સાથે પટણા લઈ ગયા છે. હવે સુશાંતના લોનાવલા ફાર્મ હાઉસના કેરટેકરે અભિનેતા દ્વારા શેર કરાયેલા ફંડ્સ વિશે વાત કરી છે. 

મુંબઇ: સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput Death Case) ના મોત બાદ તેના પરિવાર અને મિત્રોમાં જેટલો શોક વ્યાપી ગયો છે એટલો જ શોકાતુર તેનો ડોગી ફજ પણ જોવા મળી રહ્યો છે. અભિનેતાની વિદાય બાદ ફજને તેના પરિવારજનો તેમની સાથે પટણા લઈ ગયા છે. હવે સુશાંતના લોનાવલા ફાર્મ હાઉસના કેરટેકરે અભિનેતા દ્વારા શેર કરાયેલા ફંડ્સ વિશે વાત કરી છે. 

કેરટેકર રઈસે IANSને જણાવ્યું કે સુશાંતે મોતના એક દિવસ પહેલા પોતાના ત્રણ રોટવિલર્સ (શ્વાનની એક જાતિ) મર, અકબર અને એન્થનીના નામે ફંડ્સ ટ્રાન્સફર કર્યા હતાં. ફજ ઉપરાંત આ ત્રણ પણ સુશાંતના પેટ્સ હતાં. જે તેમના લોનાવલા ફાર્મ હાઉસમાં રહેતા હતા. રઈસે કહ્યું કે 14 જૂનના બપોરના જ્યારે મે ટીવી પર સુશાંતની આત્મહત્યાના સમાચાર જોયા તો મને વિશ્વાસ ન થયો. એક દિવસ પહેલા જ તેમણે અમર, અકબર, એન્થનીની દેખભાળ માટે મારા એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. તેઓ ફાર્મ હાઉસ શિફ્ટ થઈને અહીં ઓર્ગેનિક ફાર્મિંગનું પ્લાનિંગ કરી રહ્યાં હતાં. 

દીપેશ સાવંતનુ NCBને નિવેદન- બોલીવુડ છોડવા માગતો હતો સુશાંત

રઈસે સુશાંતના ફાર્મહાઉસ વિઝિટ અંગે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે સુશાંત સર હંમેશા ફાર્મ હાઉસ આવતા હતાં. ઓક્ટોબર 2019માં યુરોપ ટ્રીપ બાદ તેમની તબિયત થોડી ખરાબ રહેવા લાગી હતી. એટલે કેઓ લગભગ બે મહિના સુધી ફાર્મ હાઉસ આવ્યાં નહતાં. તેમણે 2018માં ફાર્મહાઉસ રેન્ટ પર લીધુ હતું. એક વર્ષ બાદ જ્યારે તેના રિન્યુઅલનો સમય આવ્યો તો તેઓ તેને ખરીદવા માંગતા હતાં. તેઓ હંમેશા માટે ફાર્મ હાઉસ પર શિફ્ટ થવા માંગતા હતાં. આ જગ્યાને તે રીતે જ તૈયાર પણ કરવામાં આવી રહી હતી. મે 2020માં એગ્રીમેન્ટ એક્સપાયર થાત પરંતુ સુશાંત સરે જૂન અને જુલાઈ મહિનાનું રેન્ટ પેમેન્ટ પણ એડવાન્સ આપી દીધુ હતું. 

રઈસે જણાવ્યું કે સુશાંત માર્ચ બાદથી અહીં બે ત્રણ મહિના માટે રહેવા માંગતા હતાં. પણ આવું થઈ શક્યું નહીં. રિયા અને તેના પપ્પાનો બર્થડે જેવા સ્પેશિયલ દિવસો જ ફાર્મહાઉસમાં મનાવવામાં આવતા હતાં. તેમની છેલ્લી ટ્રિપ્સ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં થઈ હતી. જાન્યુઆરીમાં સુશાંત સર રિયા સાથે બર્થડે મનાવવા અહીં આવ્યા હતાં તેમની સાથે સેમ્યુઅલ મિરાન્ડા, શ્રુતિ મોદી અને કેટલાક મિત્રો હતાં. ત્યારબાદ સુશાંત સર ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં આવ્યાં હતાં. તે સમયે તેમની સાથે દિપેશ સાવંત, સિદ્ધાર્થ પિઠાની, નીરજ અને કેશવ હતાં. માર્ચમાં તેમની ટ્રિપ કેન્સલ થઈ હતી. 

કોંગ્રેસનો સવાલ, સુશાંતના મિત્ર સંદીપસિંહને ખાસ મદદ અંગે ભાજપ કેમ મૌન છે?

જાન્યુઆરી ટ્રિપમાં તેઓ પવાના આયરલેન્ડ પર ગયા હતાં. જ્યાં શ્રુતિને ફેક્ચર થયું હતું. તેમને અમે લોનાવલા હોસ્પિટલ લઈ આવ્યાં હતાં. બીજા દિવસે મુંબઇ શિફ્ટ કરી દેવાયા હતાં. કેરટેકર રઈસે એમ પણ કહ્યું કે અમર, અકબર, એન્થની હજુ પણ ફાર્મ હાઉસ પર છે. જો કોઈ તેમને એડોપ્ટ કરવા માંગતા હોય તો તેઓ તેમને લઈ શકે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here