ગીર સોમનાથ જીલ્લા વિસ્તારમાં વેરાવળ થી દેલવાડા સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં આવતા

0
144

ખુલ્લા રેલવે ફાટકો તંત્ર દ્વારા નાણાંની જોગવાઇના અભાવે બંધ કરવા માટે નો ફતવો બહાર પાડતા ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો તેમજ જનતામાં રેલવે તંત્ર સામે રોષ ફેલાયેલ છે

રેલવે તંત્ર દ્વારા બહાર પડાયેલ એક તરફી વટવા અંગે ગ્રામ્ય ખેડૂતો તેમજ પ્રજા હિત માટે યોગ્ય વિચારણા કરવા માધવપુર ગામ ના સરપંચ ના પ્રતિનિધિ એ‌ ભાવનગર રેલવે ના ઉપ ઉચ્ચ સત્તાવાળાઓને પત્ર પાઠવી માંગણી કરી છે

રેલવેના સત્તાવાળાઓને આવેલ પત્રમાં સરપંચ શ્રી એ જણાવ્યા મુજબ રેલવે શરૂ થયા થીઆ સુધી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરે જવા માટે રેલવે ફાટક પરથી પસાર થતા હતા જે તે વખતે તંત્ર દ્વારા ખેડૂતો સંમતિથી ફાટક પરથી અવરજવર માટે મંજૂરી આપવામાં આવેલ થોડા સમય પહેલા ખુલ્લા રેલવે ફાટક પર નાના મોટા અકસ્માતો ને અટકાવવા રેલવે તંત્ર દ્વારા રેલવે પસાર થવાના સમયે રોજ મહાર તરીકે રૂપિયા ૪૫૦૦ નાં પગાર થી માણસો મુકવામાં આવેલ તાજેતરમાં ખુલ્લી ફાટક પર ના કર્મચારીઓનો પગાર તંત્રને પોસાય તેમ ન હોય ખુલ્લા ફાટક બંધ કરવા માટે જરૂરી સર્વનીકામગરી શરૂ કરવામાં આવેલ છે તંત્ર દ્વારા ખુલ્લા ફાટક બંધ કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના ખેડૂતોએ પોતાના ખેતરે જવાનો રસ્તો બંધ થાય તેમ છે કારણ વર્ષો પહેલા સર્વ સંમતિથી ખેડૂતોને રેલવે ફાટક પર ની મંજૂરી એક તરફી હુકમથી ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને મુશ્કેલીમાં મુકાય ગયા છે ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લા રેલવે ફાટક પરથી ખેડૂતોને પોતાના ખેતરે જવા તેમજ ગામડામાંરેલો સુધી માનવ વસવાટ આમ જનતાને અવરજવર માટે માત્ર આ એક જ રસ્તો સલામત હોય આ અંગે સરપંચ દ્વારા માંગણી કરી છે


અહેવાલ- હમીરસિંહ દરબાર ,ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here