News Updates
NATIONAL

ચોમાસું કેરળ પહોંચ્યું, 20થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચશે:થોડા કલાકોમાં કર્ણાટક-તામિલનાડુમાં બારેમેઘ ખાંગા થશે, એક અઠવાડિયા પછી ઉત્તર ભારતમાં એન્ટ્રી

Spread the love

ચોમાસું એક સપ્તાહના વિલંબ સાથે કેરળ પહોંચ્યું છે. રાજ્યના 95 ટકા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ચોમાસું કર્ણાટક અને તામિલનાડુમાં થોડા કલાકોમાં પહોંચી જશે. હવામાન વિભાગ (IMD)ના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ જણાવ્યું હતું કે જો પવનની ગતિ અને સ્થિતિ યોગ્ય રહેશે તો એ દક્ષિણથી ઉત્તર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધશે. આવતા સપ્તાહ સુધીમાં ઉત્તર ભારત પહોંચશે. ચોમાસું સામાન્ય રીતે 1 જૂન સુધીમાં આવે છે.

IMDએ અગાઉ કહ્યું હતું કે ચોમાસું 4 જૂને કેરળ પહોંચશે, પરંતુ અરબી સમુદ્રમાં આવેલા બિપરજોય વાવાઝોડાએ એનો રસ્તો રોકી દીધો હતો. બિપરજોય હવે પાકિસ્તાન તરફ આગળ વધ્યું છે, જેના કારણે ચોમાસાનો કેરળ પહોંચવાનો રસ્તો સાફ થઈ ગયો હતો.

મધ્યપ્રદેશ: ક્યાંક વરસાદ અને ગરમીના કારણે ચોમાસાની એન્ટ્રીમાં વિલંબ થયો
આ દિવસોમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જ્યારે અન્ય સ્થળોએ આકરી ગરમી પડી રહી છે. ગુરુવારે પણ વાતાવરણ યથાવત્ રહેશે. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે અરબી સમુદ્રમાં ચક્રવાતની રચનાને કારણે રાજ્યમાં ભેજ આવી રહ્યો છે, પરંતુ તેની અસર ઓછી છે. ખાસ કરીને દમોહ, ખજૂરાહો, છતરપુર સહિતના અનેક વિસ્તારોમાં ગરમીની અસર વધી છે.

રાજસ્થાન: ચોમાસું 8 દિવસ મોડું આવશે, વરસાદ અને તોફાન પછી ગરમી અને ભેજની શરૂઆત
રાજસ્થાનમાં વીજળીના કડાકા-ભડાકા અને વરસાદ સાથે હવે ગરમીનું જોર વધવા લાગ્યું છે. રાજ્યનાં ઘણાં શહેરોમાં દિવસનું તાપમાન હવે 40 ડીગ્રી અથવા એનાથી ઉપર પહોંચી ગયું છે. કેટલાક જિલ્લાઓમાં તીવ્ર સૂર્યપ્રકાશની સાથે ભેજ પણ પરેશાન કરી રહ્યો છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન ચોખ્ખું છે.

છત્તીસગઢ: રાજ્યમાં હીટવેવની ચેતવણી, આગામી બે દિવસ સુધી કોઈ રાહતની અપેક્ષા નથી

છત્તીસગઢમાં લોકો હાલમાં વધતા તાપમાન અને આકરી ગરમીના પ્રકોપથી ત્રસ્ત છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી રાહતની કોઈ આશા નથી. રાજ્યના મધ્ય વિસ્તારમાં ગરમીની મહત્તમ અસર જોવા મળી રહી છે. સૌથી વધુ તાપમાન જાંજગીર જિલ્લામાં નોંધાયું હતું જ્યાં 45.3 ડીગ્રી તાપમાન નોંધાયું હતું.

દિલ્હી: હીટવેવની કોઈ શક્યતા નથી, પરંતુ પારો વધશે
દિલ્હીમાં આગામી ચારથી પાંચ દિવસ હીટવેવની કોઈ શક્યતા નથી. જોકે મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે વધારો થતો રહેશે. વેધર સ્ટેશન સફદરજંગમાં બુધવારે લઘુતમ તાપમાન 25.2 ડીગ્રી સેલ્સિયસ, સામાન્ય કરતાં બે ડીગ્રી ઓછું અને મહત્તમ 38.4 ડીગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડીગ્રી ઓછું હતું.


Spread the love

Related posts

તમારી પાસે સ્ટાર નિશાની વાળી 500 રૂપિયાની નોટ છે ? જો હોય તો જાણો RBI એ શુ કહ્યું ?

Team News Updates

સત્યેન્દ્ર જૈન ફરી હોસ્પિટલમાં દાખલ:તિહાર જેલના વોશરૂમમાં બેભાન બની ગયા, ઘાયલ થયા; અઠવાડિયામાં ત્રીજી વખત હોસ્પિટલ પહોંચ્યા

Team News Updates

ચહેરા પર સોજા શા માટે આવે છે, જાણો Face bloating ના ઉપાય

Team News Updates