રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4054 પર પહોંચી, 1343 દર્દીઓ સારવાર હેઠળ

0
68

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 4054 પર પહોંચી ગઈ છે. જેમાંથી 1343 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં બુધવારે 94 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 106 દર્દીને રજા આપવામાં આવી છે. શહેરમાં આવેલી લગભગ તમામ સરકારી કચેરીઓમાં કોરોનાની એન્ટ્રી થઇ ચૂકી છે. મનપા, પોલીસ, રૂડા, જીએસટી, યાર્ડ, બેંકના કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે.

જિલ્લામાં 1969 કેસ પોઝિટિવ
જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રાજકોટ જિલ્લામાં 1293 સેમ્પલ લેવાયા હતા તેમાંથી 60 પોઝિટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 1969 પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના 568 એક્ટિવ કેસ નોંધાય છે.

એક સપ્તાહમાં 12 બાળકો થયા કોરોનાગ્રસ્ત
રાજકોટ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી બાળકોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. હાલ સિવિલ હોસ્પિટલ કોવિડ વોર્ડમાં 14 દિવસથી 12 વર્ષના 12 બાળકો કોરોના પોઝિટિવ હેઠળ સારવાર લઇ રહ્યા છે. અનલોક થતા બાળકો અને પરિવારના સભ્યો બહાર નીકળવાનું પ્રમાણ વધ્યું છે તેથી હવે બાળકો પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 231 કેસ, 3 મોત
સૌરાષ્ટ્રના છ જિલ્લામાં બુધવારે વધુ 231 કેસ નોંધાયા હતા. જ્યારે 3 વ્યક્તિના મૃત્યુ થયા હતા. જામનગર જિલ્લામાં 113 કેસ પોઝિટિવ નોંધાયા હતા. જ્યારે જૂનાગઢ જિલ્લામાં 37, ગીર સોમનાથ જિલ્લામાં 14, અમરેલી જિલ્લામાં 29 કેસ અને 2 મોત, પોરબંદર જિલ્લામાં 8 પોઝિટિવ અને એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે મોરબી જિલ્લામાં 30 કેસ નોંધાયા હતા અને 24 દર્દી સ્વસ્થ થતાં તેમને રજા આપવામાં આવી હતી.

સતત બીજા અઠવાડિયે કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ
રાજકોટમાં સતત બીજા અઠવાડિયે હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મામલતદાર, નાયબ મામલતદારની ટુકડીઓ બનાવી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરની 24 ખાનગી કોવિડ હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દર્દીઓને આપવામાં આવતી સારવાર, દર્દીઓને આપવામાં આવતા બિલ સહિતનાં મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here