જેતપુર: હત્યા કેસના સાક્ષી બનેલા યુવાનની માતાનું અપહરણ

0
453

જેતપુરના મોણપર ગામે રહેતા કોળી મહિલાનું વાડીએથી ત્રણ શખ્સો કારમાં અપહરણ કરી ઉઠાવી જઇ તેના પગમાં કુહાડીના ઘા ઝીંકી તેને ફેંકી દીધી હતી. આ બનાવમાં પોલીસે ગુનો નોંધ્યો છે જે મહિલાનું અપહરણ કરવામાં આવ્યું તેના પુત્ર જેતપુર પાસે થયેલી હત્યા કેસનો સાક્ષી હોય આ સંબંધે અપહરણ થયાનો આક્ષેપ તેના પરિવારજનોએ કરતા આ મામલે પોલીસે અપહરણકારોની શોધખોળ શરૂ કરી છે.


જેતપુર તાલુકાના મોણપર ગામે રહેતા કંચનબેન ભીખુ ભાઈ મકવાણા પોતાની વાડીએ હતા ત્યારે એક કાર તેમની વાડી પાસે આવીને ઊભી રહી હતી કંચનબેન વાડી માલિક આવ્યા હોવાની શંકાએ દરવાજો ખોલતા કારમાંથી ઉતરેલા બે શખ્સો કંચનબેન ના વાળ પકડી તેમને કારમાં ધસી ગયા હતા અને ધરાહાર કારમાં બેસાડી તેમના ઉપર કુહાડી અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને વાડી થી થોડે દુર તેમને ઈજાગ્રસ્ત હાલતમાં જ ફેંકી દે કારચાલક તેમજ પાછળ બેઠેલા બે શખ્સોએ ત્રણેય શખ્સો ફરાર થઈ ગયા હતા.આ બનાવ અંગે કંચનબેન એ જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી અપહરણ કરનાર કારચાલક અને તેની સાથેના બે શખ્સો એમ ત્રણેય શખ્સોની શોધખોળ શરૂ કરી છે. આ બનાવ અંગે કંચનબેન ના પરિવારજનો અને પોલીસ તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ કંચનબેન નો પુત્ર મહેન્દ્ર ભીખુ ભાઈ મકવાણા કે જેતપુર ના પીઠડીયા પાસે ટોલનાકે થયેલ કાઠી દરબાર યુવાનની હત્યા કેસમાં સાક્ષી હોય અગાઉ પણ કંચનબેન ના પુત્રનું અપહરણ કરીને તેના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય અને આ જ કેસના સાક્ષી મહેન્દ્ર ને ડરાવવા માટે તેની માતા નું અપહરણ કરાયું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here