ગુજરાતની પ્રથમ એઇમ્સ હોસ્પિટલ રાજકોટના જામનગર રોડ પર પરાપિપળિયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે આકાર લઈ રહી છે. છેલ્લા 2 વર્ષથી રાજકોટ એઇમ્સમાં 50 બેડની સુવિધા સાથે OPD સેવા કાર્યરત છે. જેમાં 3 દર્દીથી શરૂ થયેલી OPD આજે રોજના 500થી 600 દર્દીની સારવાર કરે છે. અહીંયા સારવાર લેવા આવતા દર્દીઓ પણ કહે છે કે, ખાનગી હોસ્પિટલ કરતા પણ સારી સુવિધા માત્ર 10 રૂપિયામાં મળી રહે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ એઇમ્સમાં 250 બેડની મલ્ટિસ્પેશિલિટી સુવિધા સાથે IPD સેવા પણ તૈયાર છે. જેને ટૂંક સમયમાં શરૂ કરી દેવામાં આવશે.
ખાનગી હોસ્પિટલમાં ફર્ક ન પડ્યો
રાજકોટ શહેરના જંક્શન વિસ્તારમાં રહેતા રાજિતભાઈ પાંડેરી પોતે હાલ નિવૃત જીવન ગાળી રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, એઇમ્સ વિશે માહિતી મળતા હું સારવાર લેવા એઇમ્સ ખાતે આવ્યો છું. રાત્રે છાતીમાં દુખાવો થતો હતો અને બે વખત ઉલ્ટી થઈ હતી. માટે સારવાર અર્થે રાજકોટ એઇમ્સમાં આવ્યો છું. આ ઉપરાંત મને હાથ-પગ ધ્રૂજે તેની બીમારી છે. આ માટે ખાનગી હોસ્પિટલમાં પણ દવા કરાવી પરંતુ કોઈ ફર્ક નહીં પડતા એઇમ્સ ખાતે આવ્યો છું. મારુ માનવું છે કે, અહીં વધુ સારી અને સસ્તામાં સારવાર થાય એટલા માટે સારવાર લેવા આવ્યો છું. સિટીબસ સેવા પણ કાર્યરત છે જે અમારા જેવા માટે ફાયદાકારક છે. માટે હું સિટીબસમાં જ મુસાફરી કરી અહીંયા સારવાર લેવા પહોંચ્યો છું.
સુવિધા અને ચોખ્ખાઈમાં એક નંબર
જ્યારે બીજા દર્દી ગોપીબેન ખાખરિયાએ જણાવ્યું હતું કે, જ્યારથી OPD સેવા શરૂ થઈ ત્યારથી હું અહીંયા સારવાર લેવા માટે આવું છું. અમે મૂળ જૂનાગઢના છીએ. છેલ્લા બે વર્ષથી રાજકોટમાં રહીએ છીએ. એઇમ્સમાં સારી સારવાર મળે એ વાત મેં સાંભળી છે માટે હું પ્રથમ વખત રાજકોટ એઇમ્સમાં આવી હતી અને ત્યારથી આજ દિવસ સુધી હું સારવાર તેમજ રૂટિન ચેકઅપ માટે પણ આવું છું. દરેક વિભાગ બાળકોથી લઈ વૃદ્ધ લોકોની પણ સારામાં સારી સારવાર અહીંયા કરવામાં આવે છે. એકદમ ઝીણવટભરી તપાસ કરી એક્ઝામિનેશન કરી ઓછી દવાથી સારી સારવાર આપે છે. મારો ખુદનો પર્સનલ અનુભવ છે કે, ખાનગી કરતા સારી સારવાર રાજકોટ એઇમ્સમાં મળે છે. અહીંયા સુવીધાઓ સારી છે અને ચોખ્ખાઇ પણ એટલી જ સારી છે. સ્ટાફ પણ સારો છે, મને નથી લાગતું આટલી ચોખ્ખાઇ ખાનગી હોસ્પિટલમાં પણ હોય શકે.
ધીમે ધીમે સુવિધામાં વધારો કરવામાં આવ્યો
રાજકોટ એઈમ્સના ડાયરેક્ટર ડો. સી.ડી.એસ કચોટે જણાવ્યું હતું કે, વર્ષ 2021ના ડિસેમ્બર મહિનાથી હોસ્પિટલ ખાતે 50 બેડની સુવિધા સાથે ઓપીડી સેવા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ દિવસે માત્ર 3 દર્દીએ સારવાર લીધી હતી. આ પછી બીજા દિવસે 5 દર્દીએ સારવાર લીધી હતી અને એ પણ અમારે અહીંયા ચાલતા કામ ખાતે આવેલા મજૂરો હતા. ધીમે ધીમે સુવિધામાં વધારો કરવામાં આવતા અને લોકો સુધી માહિતી પહોંચતા આજે બે વર્ષમાં OPD સેવામાં દરરોજ 500થી 600 દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે. ઓપેડી શરૂ થયાના બે વર્ષ બાદ હવે ઇન્ડોર પેશન્ટ સર્વિસ (IPD) પણ ટૂંક સમયમાં શરૂ થતા સૌરાષ્ટ્રભરના લોકો સારવાર લેવા આવી શકશે.
OPDની સાથે સાથે ઈ-સંજીવની સેવા પણ
એઇમ્સ હોસ્પિટલ દ્વારા OPDની સાથે સાથે ઈ-સંજીવની સેવા પણ આપવામાં આવે છે. જેમાં દર્દીઓએ હોસ્પિટલ આવવાની જરૂરિયાત રહેતી નથી. અમારી એપ્લિકેશન મારફત અને વીડિયો કોન્ફોરન્સ માધ્યમથી લોકોને સારવાર આપી રહ્યા છે. તેમાં પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાનો દાવો એઇમ્સ ડાયરેક્ટર ડો. સી.ડી.એસ કચોટ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
ઈ-સંજીવની ઓપીડીનો શું સમય છે?
રાજકોટ એઇમ્સમાં દર સોમવારથી શનિવાર સવારના 11થી 1 વાગ્યા સુધી ઈ-સંજીવની ઓપીડી વિભાગ કાર્યરત હોય છે. મોબાઈલ એપ્લિકેશન મારફત રજિસ્ટ્રેશન કરાવી બાદમાં ઓનલાઈન સમય મેળવી સારવાર કરાવવાની રહેશે. આ સારવારમાં ટીબી, શ્વાસના રોગ, છાતીના રોગ, એનેસ્થેસિયા વિભાગ, સ્ત્રીરોગ, પ્રસુતિ વિભાગ, નેત્ર વિભાગ, બાળરોગ વિભાગ, દાંત વિભાગ, માનસિક રોગ, કાન, નાક, ગળા વિભાગ, ચામડી રોગ અને એક્સ-રે વિભાગની સેવાઓ કાર્યરત છે. સોમવારથી શનિવાર સુધી સામાન્ય OPD કાર્યરત હોય છે. જેમાં સોમવારથી શુક્રવાર સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી અને શનિવારે સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી OPD કાર્યરત રહે છે.
ઈ-સંજીવની OPDનું ટાઈમ ટેબલ
સોમવાર અને બુધવાર
સામાન્ય વિભાગ, ચામડી વિભાગ, સ્ત્રી રોગ અને પ્રસિટી વિભાગની સારવાર અપાશે
મંગળવાર અને ગુરુવાર
શ્વાસ રોગ, બાળરોગ, એક્સરે વિભાગની સારવાર અપાશે
શુક્રવાર અને શનિવાર
જનરલ મેડિસિન/સામાન્ય સર્જરી, નેત્ર, દાંત, કાન નાક ગળા અને માનસિક વિભાગની સારવાર અપાશે
મોબાઈલ એપ્લિકેશન પણ રાખવામાં આવી
દર્દી માટે ખાસ રાજકોટ એઇમ્સ દ્વારા મોબાઈલ એપ્લિકેશન પણ રાખવામાં આવી છે, જેનું નામ એઇમ્સ રાજકોટ સ્વાસ્થ્ય એપ્લિકેશન છે જે એન્ડ્રોઇડ અને આઈફોન બન્ને યુઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન મારફત દર્દી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત આ એપ્લિકેશનમાંથી એઇમ્સ રાજકોટની સુવિધા તેમજ ડોક્ટર તેમજ મેનેજમેન્ટ વિશે માહિતી મેળવી શકશે. આ એપ્લિકેશનમાં દર્દી લેબ રિપોર્ટ, પ્રિસ્ક્રિપ્શન, લેબ ઈન્કવાયરી, અને OPD ઇન્કવાયરી સહિત માહિતી મેળવી શકશે.
15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે
રાજકોટ-જામનગર રોડ ઉપર ગુજરાતની સૌપ્રથમ એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જેનું ખાતમુહૂર્ત 31 ડિસેમ્બર 2020ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. રાજકોટ જામનગર રોડ પર પરાપિપળીયા ગામ નજીક 200 એકર જેટલી વિશાળ જગ્યામાં 1200 કરોડથી વધુના ખર્ચે એઇમ્સનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપભેર આગળ વધી રહ્યું છે. જેમાં કુલ 750 બેડની સુવિધા સાથે 15 સુપર સ્પેશિયાલિટી વિભાગ કાર્યરત થશે અને શૈક્ષણિક કાર્ય પણ ચલાવવામાં આવશે.