News Updates
GUJARAT

બુલેટ ટ્રેન પહેલાં દિલ્હી-મુંબઈ વચ્ચે દોડશે 110 કિમીની ઝડપે ગુડ્ઝ ટ્રેન

Spread the love

દિલ્હી-મુંબઈ દેશના અતિ વ્યસ્ત રેલવે ટ્રેક ઉપર ટ્રેનોના ભારણ ઘટાડી માલવહનને વેગ આપવા ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડીકેટેડ ગુડ્ઝ ટ્રેન કોરિડો પ્રોજેકટ હાથ ધરાયો હતો. દિલ્હી-મુંબઈ વચ્ચે ગુડ્ઝ ટ્રેનના આલિયાદા ડબલ લાઈન ઇલેક્ટ્રિક ટ્રેક માટે કામગીરી આગળ ધપી રહી છે. વર્ષ 2024 માં રેવાડીથી અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત અને ત્યાંથી મુંબઈ સુધી ગુડ ટ્રેન શરૂ કરી દેવાનું DFCCIL નો લક્ષ્યાંક છે.

હાલ નર્મદા નદી ઉપર ગુડ્ઝ ટ્રેનના સૌથી લાંબા ડબલ વેગન ટ્રેન દોડાવવા બ્રિજનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. જે બુલેટ ટ્રેન બ્રિજ અને એક્સપ્રેસ વે બ્રિજની દોઢ કિલોમીટરની ત્રિજ્યામાં જ સમાંતર પસાર થાય છે. દિલ્હી-મુંબઈ વચ્ચે ગુડ્ઝ ટ્રેનના ડબલ ટ્રેકની નવી લાઈન કાર્યરત થતા કલાકે 110 કિમીની ઝડપે માલગાડીઓ હાલની વહન ક્ષમતા કરતા બમણું ગુડ્ઝ લઈ દોડશે. જેને લઈ માલ પરિવહનમાં 10 કલાકની બચત, ઇંચણ અને પર્યાવરણને અસરમાં ઘટાડો થશે. સાથે જ દિલ્હી-મુંબઈ NH 48 અને એક્સપ્રેસ વે ઉપર પણ ભારે વહાનોનું ભારણ અને ટ્રાફિક ઘટશે.

ભરૂચ જિલમાંથી ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોરના પ્રોજેકટમાં ડબલ લાઈન ટ્રેક, ઇલેકટ્રીફિકેશન, યાર્ડ, સ્ટોરેજ, પાવર સ્ટેશનની કામગીરી પૂર્ણતાના આરે છે. હાલ રોડ અને રેલ ઓવર તેમજ અંડર બ્રિજને જોડવાની કામગીરી પૂર્ણ કરાઈ રહી છે. જે હેઠળ ભરૂચમાં 166 લેવલ ક્રોસિંગ પર 71 મીટર સ્પાન ઓપન વેબ ગડર બેસાડવામાં આવ્યો હતો. ગરગડી અને હેવી ક્રેઇનની મદદથી DFC ના ટ્રેક ઉપરથી પસાર થતા રેલ ઓવર બ્રિજ પર 525 મેટ્રીક ટન વજનનું 71 મીટર લાંબુ ગડર મુકવામાં આવ્યું હતું.


Spread the love

Related posts

સેવાકીય પ્રવૃત્તિ રણમાં: રણ વિસ્તારમાં પાણીની 100 ટાંકીઓનું વિતરણ કરાયું,  ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે પરિવારોને 

Team News Updates

કરો ડાઉનલોડ:JEE Main 2024 Session 2 એડમિટ કાર્ડ થયું જાહેરકરો ડાઉનલોડ

Team News Updates

ભરશિયાળે કેસર કેરી ‘ભૂલી પડી’!:ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા કે આ સિઝનમાં કેમ ફાલ આવ્યો; પોરબંદર યાર્ડમાં હરાજી ચાલુ થઈ ગઈ, 1 કિલોનો ભાવ 701 રૂપિયા

Team News Updates