News Updates
ENTERTAINMENT

ટીમ ઈન્ડિયાનું સપનું 10 વર્ષથી રોળાઈ રહ્યું છે:નોકઆઉટ મેચમાં ભૂલો કરવી ભારે પડે છે, જાણો ભારત કેમ ICC ટ્રોફી જીતી શક્યું નથી

Spread the love

WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવીને ICCની તમામ ટ્રોફી જીતનારી પહેલી ટીમ બની ગઈ છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટ ફરી એકવાર હારી જતા ફરી ICCની ટ્રોફી જીતવાનું સપનું તૂટી ગયું છે. ભારતીય ટીમનું આ સપનું છેલ્લાં 10 વર્ષથી તૂટતું આવ્યું છે. છેલ્લાં 10 વર્ષમાં ICCએ 10 ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં ટીમ ઈન્ડિયા માત્ર એકમાં જ ચેમ્પિયન બની શકી છે. ભારત છેલ્લે 23 જૂન 2013એ રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાઈનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું હતું. આ પછી રમાયેલી ICCની દરેક ટુર્નામેન્ટમાં હારનો સામનો કરવો પડ્યો છે.

ટીમ ઈન્ડિયાનું સપનું દર વખતે તૂટી જાય છે
ટીમ ઈન્ડિયા છેલ્લાં 10 વર્ષમાં ચેમ્પિયન્સ ટ્રોફી પછી એકપણ ટુર્નામેન્ટ જીતી શકી નથી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં છેલ્લે ICC ટ્રોફી જીત્યા પછી ભારતના નસીબમાં એકપણ ટ્રોફી હાથમાં આવી નથી. દર વખતે કોઈ એક ભૂલ અંતે ભારે પડી જાય છે. ટીમ ઈન્ડિયા 2014ની T20 WC ફાઈનલમાં પહોંચી હતી અને શ્રીલંકા સામે હારી ગઈ હતી. તો 2015ના ODI WCમાં સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પરાજય થયો હતો.

2016ના T20WCમાં વેસ્ટઈન્ડિઝે હાઇ રનચેઝમાં આપણને હરાવ્યું હતું. તો 2017માં પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમને હાર આપી હતી. 2019ના ODI WCમાં તો સૌ કોઈનું દિલ તૂટ્યું હતું. તે વખતે ટૉપ ઑર્ડર ફેઇલ રહ્યો અને ધોની-જાડેજાની જોડીએ ટીમને જીતની નજીક લઈ ગઈ હતી, પણ અંતે ધોનીના રનઆઉટ થયા પછી ફેન્સને રડવાનો વારો આવ્યો હતો. 2021માં બે વાર હાર્યા, પહેલા WTCની પહેલી જ સાઇકલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું, તો 2021ના T20WCમાં ગ્રૂપ સ્ટેજ એક્ઝિટ થઈ હતી.

ફરી 2022ના T20 WCમાં સેમિફાઈનલમાં ઇંગ્લેન્ડે 10 વિકેટે કારમો પરાજય આપ્યો હતો. અને હવે WTC ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું. આમ આવી રીતે નોકઆઉટ મેચમાં ભારતની હારનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. એવું લાગે છે કે ટીમ ઈન્ડિયા પ્રેશર સિચ્યુએશનમાં રમી શકતી નથી.

કેમ ભારતીય ટીમ જીતી શકતી નથી
ટીમ ઈન્ડિયા આમ તો દરેક ટુર્નામેન્ટમાં નોકઆઉટ મેચ સુધી પહોંચે છે, જે સારું પ્રદર્શન કહેવાય. પણ ટ્રોફી જીતી શકતી નથી. એનું કારણ એ કે ભારતીય ટીમ નોકઆઉટ મેચમાં કોઈ ને કોઈ ભૂલ કરી બેસે છે. ટીમ સિલેક્શનમાં મોટું બ્લન્ડર, કંડિશનને સમજવામાં થાપ ખાવી વગેરે જેવા કારણોસર ટ્રોફી હાથ લાગતી નથી. 2019ના ODI WC વર્લ્ડ કપની સેમિફાઈનલમાં દિનેશ કાર્તિકને સીધો રમાડ્યો હતો. આવી મોટી મેચમાં તેને સીધો રમાડી દેવો ભારે પડ્યો, ઉપરાંત ટૉપ ઑર્ડરની નિષ્ફળતા પણ હતી. નોકઆઉટ મેચમાં ટીમનો ટૉપ ઑર્ડર દરેક વખતે નિષ્ફળ જાય છે. 2017ની ICC ચેમ્પિયન્સ ટ્રોફી, બન્ને WTC ફાઈનલમાં પણ આ જ કારણે નિષ્ફળતા હાથ લાગી હતી. કંડિશનને સમજ્યા વગર ટૉસ જીત્યા પછી બોલિંગ પસંદ કરવી પણ અઘરી પડી છે. 2017ની ફાઈનલમાં વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તો રોહિત શર્માએ આ વખતની WTC ફાઈનલમાં ટૉસ જીત્યા પછી બોલિંગ લીધી, જે અંતે ટીમને ભારે પડી છે.

ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રને હરાવ્યું
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાનો સતત બીજી વખત પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયાએ ટીમને 209 રને હાર આપી હતી. 444 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમ અંતિમ દિવસના પ્રથમ સેશનમાં 234 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયાએ લંડનના ધ ઓવલ મેદાન પર 270/8 પર તેનો બીજો દાવ ડિકલેર કર્યો હતો અને ભારતને જીતવા માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતીય ટીમ પ્રથમ દાવમાં 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ દાવમાં 469 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.


Spread the love

Related posts

ઓરીએ જ્હાન્વી સાથેનો ડાન્સ વીડિયો શેર કર્યો:અભિનેત્રીએ કહ્યું, ‘મિસ યુ ઓરી, રુમર્ડ બોયફ્રેન્ડ શિખર પહાડિયાએ પણ કોમેન્ટ કરી!

Team News Updates

Khichdi 2 Teaser: પેટ પકડી હસવા થઈ જાવ તૈયાર, પ્રફુલ્લ અને ‘હંસા’ની જોડી મોટા પડદા પર આવી રહી છે

Team News Updates

ચેન્નાઈની હાર બાદ રોમાંચક બન્યું પ્લેઓફનું સમીકરણ, ટોપ-4 માંથી ત્રણ ટીમો થઈ શકે છે બહાર

Team News Updates