જીએસટી કાઉન્સિલની બેઠક મુલતવી, હવે પાંચમી ઓકટોબરે મળશે

0
80

જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠક ૧૯ સપ્ટેમ્બરના રોજ યોજાવાની હતી પરંતુ તેને મુલતવી રાખવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે હવે સુધારેલા કાર્યક્રમ મુજબ આ બેઠક ૫મી ઓકટોબરના રોજ યોજાશે અને તેમાં કેટલાક મહત્વના નિર્ણય થવાની સંભાવના છે.


જીએસટી કાઉન્સિલ ના સુત્રો એ એવી માહિતી આપી છે કે ૪૨મી બેઠક ના કાર્યક્રમમાં ફેરફાર કરવો પડો છે કારણકે સંસદનું સત્ર ચાલુ થઇ જશે અને તે દરમિયાન આ બેઠક યોજી શકાશે નહીં માટે હવે તેની નવી તારીખ ૫મી ઓકટોબર નક્કી કરવામાં આવી છે.


પાંચમી ઓકટોબરે મળનારી આ બેઠક ખૂબ જ મહત્વની બની રહેવાની છે કારણકે કેન્દ્ર અને રાય સરકારો વચ્ચે જીએસટી વળતર મુદ્દા પર જગં ચાલી રહ્યો છે અને તેના વિશે કોઈ મહત્ત્વનો નિર્ણય થાય તેવી શકયતા છે.


રાજ્ય સરકારો એ એવી રજૂઆત કરી છે કે કોરોનાવાયરસ મહામારીને કારણે તેમની આવકમાં ૧.૩૮ લાખ કરોડ નો ખાડો પડી ગયો છે અને તેની ભરપાઈ કોઈ રીતે થઇ શકે તેમ નથી ત્યારે કેન્દ્ર સરકારે રાય સરકારોને પૂરેપૂં વળતર આપી દેવું જોઈએ. પરંતુ કેન્દ્ર સરકારે તો હાથ ઐંચા કરી દીધા છે ત્યારે જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મહત્વના મુદ્દા પર નિર્ણાયક ચર્ચા થવાની સંભાવના છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here