જૂનાગઢ સહિત પાંચ જીલ્લા માંથી વધુ એક બુટલેગર ને હદપાર કરાવતી વંથલી પોલીસ

0
552

જૂનાગઢ રેન્જ આઈ.જી તેમજ પોલીસ અધિક્ષક રવીતેજા વાસમ શેટ્ટી ની સુચના અન્ય કેશોદ ડિવિઝનના ના.પો.અધિ.જે.બી.ગઢવી ના સીધા માર્ગદર્શન હેઠળ માથાભારે તથા જિલ્લામાં ચાલતી ગેરકાયદેસરની બદી નેસ્તનાબુદ કરવા તેમજ કડક હાથે કામ લેવાની ઝુંબેશ અન્વયે તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને જાળવી રાખવા અનેક ગુન્હાઓ સાથે સંકળાયેલ તથા પ્રોહીબીશનની પ્રવૃતિ આચરતા ઇસમો વિરૂધ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલાં લેવા અપાયેલ સુચના મુજબ વંથલી પોલીસ દ્વારા હદપારી દરખાસ્ત તૈયાર કરી વંથલી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ તરફ નાયબ પોલીસ અધિક્ષક જે.બી.ગઢવી મારફત મોકલતા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ વંથલી દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિ ની નોંધ લઈ ને ત્વરીત હદપારી મંજુર કરતા જૂનાગઢ જિલ્લાના વધુ એક અનેક અસામાજિક પ્રવૃત્તિઓ સહિત પ્રોહી પ્રવૃતિ સાથે સંકળાયેલ દિલીપભાઇ વીરાભાઇ પરમાર જાતે અનુ. જાતી ઉ.વ ૪૦ ધંધો મજુરી રહે કોયલી ગામ તા.વંથલી જી. જુનાગઢ વાળાને જૂનાગઢ જિલ્લા સહિત ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લાની હદ વિસ્તારમાંથી એક વર્ષની મુદત સુધી હદપાર હુકમ કરી હદપાર કરવામાં આવેલ.

આ અંગે ની કાર્યવાહી માં વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ્પેક્ટર બી.કે. ચાવડા તથા તથા અગાઉ જે તે વખતના સબ ઇન્સ્પેક્ટર એન.બી.ચૌહાણ તથા અન્ય પોલીસ સ્ટાફ ના નારણભાઇ નાથાભાઇ કારેથા,રણજીતભાઇ ધીરૂભાઇ જાદુકીયા, સહિતના પોલીસ સ્ટાફના ઓએ કમર કસી ઉપરોક્ત માથાભારે તથા પ્રોહી.ની પ્રવૃતિ સાથે સંકળાયેલ હદપાર ઇસમને જુનાગઢ જીલ્લા તથા ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર તથા રાજકોટ જિલ્લાની હદ વિસ્તારમાંથી એક વર્ષની મુદત સુધી હદપાર કરવાના હુકમની બજવણી કરેલ અને બુટલેગર દિલીપભાઇ વીરાભાઇ પરમાર જાત અનુ.જાતી ઉ.વ ૪૦ ધંધો મજુરી રહે કોયલી ગામ તા.વંથલી જી. જુનાગઢ વાળાને હાલ ઉપરોકત જિલ્લાઓ માંથી હદપાર કરેલ તેથી આ કામગીરીથી જિલ્લાના માથાભારે તથા પ્રોહીબિશન . ની પ્રવૃતી સાથે સંકળાયેલ આવારા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને આ પ્રકારની વંથલી પોલીસની સરદર્દ સમાન બુકલેગરોને ઠેકાણે પાડવાની કામગીરી ની આમ જનતા એ સરાહના કરી હતી.

અહેવાલ- હુસેન શાહ, જુનાગઢ