સંસદમાં જયા બચ્ચન રવિ કિશન પર ભડક્યા, કંગનાએ કર્યા અંગત પ્રહાર

0
118

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાથી શરૂ થયેલા ડ્રગ્સ કનેક્શનની તપાસ ડોર તો જાણે લંબાતી જ જાય છે. નાર્કોટિક્સ તપાસમાં નવી નવી બાબતો સામે આવી રહી છે, જ્યારે બીજી તરફ જુદા જુદા લોકો દ્વારા આપવામાં આવેલા નિવેદનો ચર્ચાઓ જગાવી રહ્યા છે. આ મુદ્દો હવે છેક સંસદ સુધી પહોંચી ગયો છે. ભાજપના નેતા રવિ કિશને આ મુદ્દો ઉઠાવ્યો હતો, જયા બચ્ચને તેનો જવાબ આપતા મામલો વધુ ગરમાયો હતો.

રવિ કિશને કહ્યુ હતુ કે ડ્રગ્સ ટ્રાફિકિંગનો મુદ્દો ઘણો જ ગંભીર છે. તેમાં બોલિવૂડના અમુક લોકો સંકળાયેલા છે. એવામાં સરકારે આ બાબતની સરખી તપાસ કરવી જોઈએ. તેના જવાબમાં જયા બચ્ચને નિવેદન આપ્યુ હતુ કે બોવિવૂડ ઈન્ડસ્ટ્રીને બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. આ ઈન્ડસ્ટ્રી લાખો લોકોને રોજગાર આપે છે. અમુક લોકો જે થાળીમાં ખાય છે તેમાં જ કાણું પાડે છે.

આ સાથે જયા બચ્ચને કંગના રનૌત પર પણ ટિપ્પણી કરી હતી. જેનો જવાબ કંગનાએ ટ્વીટ દ્વારા આપ્યો હતો. તેમાં કંગનાએ લખ્યુ હતુ કે મારી જગ્યાએ તેમારી દિકરી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવતી ડ્રગ્સ આપવામાં આવતી અને છેડતી કરવામાં આવતી, ત્યારે પણ તમે આમ જ કહેતા ?  જો અભિષેક ગુંડાગર્દી અને માનસિક તકલીફોની ફરીયાદ કરતો અને એક દિવસ ફાંસી પર લટકાયેલો જોવા મળ્યો હોત તો ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here