News Updates
RAJKOT

વાવાઝોડાના કપરા સમયમાં ખુશીના સમાચાર:રાજકોટ જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં 12થી 17 જૂન દરમિયાન 107 સગર્ભાઓની સલામત ડિલિવરી, પદ્મકુંવરબા હોસ્પિ.માં 42 કલાકમાં 22 બાળકનો જન્મ

Spread the love

બિપરજોય વાવાઝોડાની આફત દરમિયાન તા.12થી 17 જૂન દરમિયાન જે ગર્ભવતી બહેનોની ડિલિવરીનો સંભવિત સમય હતો, તેવી જિલ્લાની 176 સગર્ભાઓ પૈકી કુલ 140 બહેનોને વિવિધ સરકારી હોસ્પિટલમાં ડિલિવરી માટે ખસેડવામાં આવી હતી. તેમાંથી 107ની બહેનોની સલામત રીતે ડિલિવરી થઇ હતી. આરોગ્ય સંસ્થા દ્વારા આપત્તિના કપરા સમયમાં પણ સુચારુ કામગીરી થઈ હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે જણાવ્યું હતુ. વાવાઝોડાની અસરને પગલે અસરગ્રસ્તોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે, ત્યારે આરોગ્ય ટીમ સ્થળ ઉપર જઈ સગર્ભા બહેનોના આરોગ્યની તપાસ કરી રહી છે.

પદ્મકુંવરબા હોસ્પિટલમાં 42 કલાકમાં 22 બાળકોનું અવતરણ
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલમાં જે પ્રસૂતાઓની ડિલિવરી તા.14થી 17 જૂન દરમ્યાન થવાની હોય તેવી મહિલાઓને દાખલ કરી સુરક્ષિત રાખવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. તરીશા મર્ચન્ટે જણાવ્યું હતું કે, ગત તા.15 જૂનના રોજ કુલ 13 ડિલિવરી કરવામાં આવી હતી. જેમાં 7 નોર્મલ અને 6 સિઝેરિયન ડિલિવરી દ્વારા બાળકોના જન્મ સાથે માતા-બાળકો સુરક્ષિત છે. જયારે તા. 16 ના 4 નોર્મલ તેમજ 5 સિઝેરિયન સાથે કુલ 9 બાળકોનું અવતરણ થયું છે. આમ 42 કલાકમાં 22 બાળકોનું અવતરણ થયું છે. વાવાઝોડાની પરિસ્થિતિ નોર્મલ થયા બાદ માતા અને બાળકોને ખીલખીલાટ વાન દ્વારા સુરક્ષિત તેઓને ઘરે પહોંચાડવામાં આવશે.

વાવાઝોડાની પરિસ્થિતિમાં તમામ સુવિધા તૈયાર
આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટના વિવિધ તાલુકાઓ જેવા કે, જામકંડોરણા, ધોરાજી, ઉપલેટા, જસદણ, જેતપુર, ગોંડલ, લોધિકા, કોટડાસાંગાણીના આશ્રયસ્થાનમાં રહેલી સગર્ભાઓની તપાસ કરવામાં આવી રહી છે. તેને પોષણયુકત ખોરાક, દવા સહિતની સ્વાસ્થ્યલક્ષી સેવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવે છે. આ વાવાઝોડાની પરિસ્થિતિમાં સગર્ભાઓને જો તત્કાલ આવશ્યકતા રહે તો હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ, ડોક્ટર અને તમામ જરૂરી સાધનો સુવિધાઓની તૈયાર રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં પોષણયુક્ત ભોજનની વ્યવસ્થા
વધુમાં તેમણે જણાવ્યું કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ હોસ્પિટલો ખાતે પણ દવા, નિષ્ણાત ડોક્ટરોની ટીમ અને તમામ સાધનો આ સગર્ભાઓ અને અન્ય લોકોની સેવા માટે તૈનાત કરાયા છે. સગર્ભાઓમાં કોઈ પણ સગર્ભાની સંભવિત પ્રસૂતિની તારીખ નજીક હોય તો હોસ્પિટલમાં પણ રાખવામાં આવે છે. આ હોસ્પિટલમાં સમયસર પોષણયુક્ત ભોજન તેમજ દવાઓ આપવામાં આવે છે. ડોક્ટરો દ્વારા સમયાંતરે તેમની તપાસ પણ થતી રહે છે.

જિલ્લા-તાલુકાની હોસ્પિટલમાં આવેલી સગર્ભાઓ

  • રાજકોટ પદ્મકુંવરબા હોસ્પિટલ 27 સગર્ભા
  • વિંછીયા તાલુકામાં 08 સગર્ભા
  • જસદણ તાલુકામાં 07 સગર્ભા
  • ગોંડલ તાલુકામાં 24 સગર્ભા
  • જામકંડોરણા તાલુકામાં 06 સગર્ભા
  • ધોરાજી તાલુકામાં 16 સગર્ભા


Spread the love

Related posts

PADADHARIમાં મામલતદાર કચેરી ખાતે આધાર કેન્દ્ર શરૂ,ભાજપ અગ્રણી રોહિત ચાવડાની રજુઆતને સફળતા

Team News Updates

ખેડૂત પુત્રએ 99.99 PR મેળવ્યા:તાલાલામાં ખેતી છોડીને પુત્રને ભણાવવા રાજકોટ કારખાનામાં નોકરી કરી, દીકરાએ સપનું સાકાર કર્યું; પુજિત રૂપાણી ટ્રસ્ટે ત્રણ વર્ષ ફી લીધી નહીં

Team News Updates

RMCનું વર્ષ 2024-25નું 2817.80 કરોડનું બજેટ:રાજકોટને મળશે 3 સ્માર્ટ અને 12 નવી આંગણવાડી; 175 નવી ઈલેક્ટ્રીક અને 100 CNG બસ ફાળવવાની જાહેરાત

Team News Updates