News Updates
RAJKOT

રાજકોટમાં PGVCLના દરોડા:માધાપર અને પ્રદ્યુમનનગર સબડિવિઝનની 43 ટીમો દ્વારા 15 જેટલા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું

Spread the love

મે મહિનાની શરૂઆત સાથે બીજા સપ્તાહથી PGVCL દ્વારા દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ 2 ડિવિઝન હેઠળ વિસ્તારમાં અલગ અલગ 43 ટિમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 18 નિવૃત આર્મીમેન, 14 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વહેલી સવારથી શહેરમાં વીજ દરોડા
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. મે મહિનાની શરૂઆત થતા આજે બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં વહેલી સવારથી શહેરના માધાપર અને પ્રદ્યુમનનગર સબડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. વહેલી સવારથી અલગ અલગ 43 ટીમો દ્વારા પોપટપરા, રઘુનંદન સોસાયટી, સંતોષીનગર, શક્તિનગર, મનહરપુરા, નહેરુનગર અને છોટુનગર સહિત 15 જેટલા વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફીડરો આવરી લેવામાં આવ્યા છે.​​​​​​​

લાખોની વીજચોરી ઝડપાઇ તેવી શક્યતા
આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 18 નિવૃત આર્મીમેન, 14 SRPનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજે પણ લાખોની વીજચોરી ઝડપાઇ તેવી પુરી શક્યતા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા છેલ્લા એક વર્ષમાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન રૂપિયા 218.45 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. એપ્રિલ 2022થી માર્ચ 2023 દરમિયાન કુલ 6,94,438 વીજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી કુલ 84,183 વીજ જોડાણોમાં વીજચોરીના પુરવણી બીલો આપવામાં આવ્યા હતા.

ભુજમાં 40,088 વિજ જોડાણો ચકાસવામાં આવ્યા
સૌરાષ્ટ્ર કચ્છમાં PGVCL દ્વારા સમયાંતરે વીજચોરી ઝડપી પાડવામાં આવતી હોય છે. જેમાં છેલ્લા એક વર્ષમાં સૌથી વધુ 29.57 કરોડની વિજ ચોરી ભાવનગરમાંથી ઝડપાઇ છે. ત્યારબાદ જામનગર બીજા સ્થાને અને રાજકોટ ત્રીજા સ્થાને આવે છે, જ્યારે સૌથી ઓછી વીજ ચોરી ભુજમાં નોંધાય છે. ભુજમાં 40,088 વિજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી 821.55 લાખની રકમ વસુલ કરવામાં આવી હતી.


Spread the love

Related posts

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Team News Updates

ગોંડલ બસ સ્ટેન્ડ ચોકમાં ટ્રાફિક જામ:એમ્બ્યુલન્સ ફસાતા પાછા ફરી અન્ય રસ્તા પરથી લઇ જવી પડી

Team News Updates

RAJKOT:નેચર એજ્યુકેશન પાર્ક બનશે રાજકોટના માલિયાસણમાં, 5 એકરમાં 1,200થી વધુ આંબા, ચીકુ, નાળિયેરીના ઝાડ; વિદ્યાર્થીઓની પ્રાકૃતિક શિક્ષણ શિબિર થશે

Team News Updates