News Updates
NATIONAL

વહેલી સવારે 4 વાગે મરચાંની ફેટકરી પર દરોડા:વિજાપુરમાં ગોડાઉનમાં સંચાલક મરચું બનાવવા કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાયો, અધિકારીએ 2 રાત રેકી કરી હતી

Spread the love

મહેસાણા જિલ્લામાં આવેલા વિજાપુર ખાતે ગત મોડી રાત્રે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડો પાડ્યો હતો. વિજાપુરમાં ડુપ્લિકેટ મરચું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. સમગ્ર દરોડા દરમિયાન સ્થળ પરથી 3858 કિલો ભેળસેળવાળું મરચું મળી આવ્યું હતું. તેમજ સ્થળ પરથી સંચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વિજાપુરના ઉમિયા ગોડાઉનમાં ફૂડ વિભાગના દરોડા
મહેસાણા જિલ્લાના વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલા ઉમિયા ગોડાઉનમાં મહેશકુમાર પૂનમચંદ મહેશ્વરીની પેઢી પર મહેસાણા ફૂડ વિભાગે બાતમી આધારે દરોડા પાડી બનાવટી મરચું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી. રેડ દરમિયાન સંચાલક રાત્રે મરચું બનાવવા કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. ફૂડ વિભાગે આખી રાત કાર્યવાહી કરી મોટી સંખ્યામાં ભેળસેળવાળું મરચું ઝડપી પાડ્યું હતું.

અધિકારીએ 2 રાત સુધી એકલા વોચ કરી
ફૂડ વિભાગના અધિકારી વી.જે.ચૌધરીને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિજાપુર હિંમતનગર રોડ પર આવેલ ઉમિયા ગોડાઉનમાં મહેશકુમાર પુનમચંદ મહેશ્વરીની પેઢીમાં ડુપ્લિકેટ મરચું બનાવવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મહેસાણા ફૂડ વિભાગના અધિકારી વી.જે.ચૌધરીએ સતત બે દિવસ આખી રાત એકલા એ પેઢી આગળ વોચ ગોઠવી તપાસ કરી હતી અને પોતે રાત્રે સાઇકલ પર બેસી ગોડાઉનમાં ગયા હતા.

12 થી સવારે 4 સુધી કાર્યવાહી ચાલી
ફૂડ વિભાગના અધિકારીએ રવિવારે રાત્રે 8 કલાકથી પેઢી પાસે વોચ પર હતા. જ્યાં કોણ ક્યાં જાય છે? શું થઈ રહ્યું છે? આ તમામ બાબતો પર વોચ કર્યા બાદ રાત્રે 12 કલાકે એકલા પેઢીમાં ઘૂસી દરોડા પાડ્યા હતા. જ્યાં ખુદ સંચાલક મરચામાં કલર પાઉડર નાખતો રંગેહાથ ઝડપાઇ ગયો હતો. અધિકારીએ બાદમાં ઇન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ દોડી આવી હતી અને રાત્રે 12થી આજે સવારે 4 કલાક સુધી કાર્યવાહી ચાલી હતી.

3858 કિલો ડુપ્લિકેટ મરચું ઝડપાયું
મહેસાણા ફૂડ વિભાગે દરોડા પાડી વિજાપુરની પેઢીમાંથી 3858 કિલો મરચું ઝડપી લીધું હતું. રેડ દરમિયાન ફૂડ વિભાગે મરચામાં નાખવામાં આવતો કલર પાઉડર કબજે કર્યો હતો. તેમજ રાત્રે તૈયાર કરવામાં આવેલ પાંચ-પાંચ કિલોના 151 થેલા ઝડપી લીધા હતા. આ કેસમાં સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. ઝડપાયેલો શખ્સ ફૂડ વિભાગનો રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેની પર ફૂડના ત્રણ કેસ ચાલતા હોવાની વિગતો સામે આવી છે.


Spread the love

Related posts

Saudi Arabia Desert:હિમવર્ષા ઈતિહાસમાં રણમાં થઇ પ્રથમ વખત સાઉદીના ઊંટ રણની બદલે બરફ પર ચાલ્યા

Team News Updates

ઘરમાં એકવાર લગાવી દીધા આ છોડ, તો ફરી ક્યારેય નહીં પડે રુમ ફ્રેશનરની જરુરત

Team News Updates

SUPER EXCLUSIVE: છેલ્લા ૫ વર્ષમાં ગુજરાતમાંથી ૪૦ હજારથી વધુ મહિલાઓ ગુમ !!

Team News Updates