ગુજરાત યુનિવર્સિટીનાં ગ્રંથાલયની એપમાં એક દિવસમાં 16,227 વિદ્યાર્થીઓનું રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન થયું

0
108
  • કોવિડના કારણે ગ્રંથાલય બંધ હોવાથી વિદ્યાર્થીઓ ઘરે બેસીને જ ઈ રીસોર્સીસનો ઉપયોગ કરી શકશે

ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પુસ્તકો મોબાઈલ પર જ વાંચવા મળે તે હેતુથી યુનિવર્સિટી ગ્રંથાલય દ્વારા માયલોફ્ટ (My library on Finger Tips) નામથી મોબાઇલ એપને સબસ્ક્રાઇબ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ એપમાં આઇડી પાસવર્ડ નાખી આ એપનો યુઝ કરી શકે છે. અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં ગ્રંથાલય બંધ છે ત્યારે તેનો ઉપયોગ સ્નાતક, અનુસ્નાતક, પીએચ.ડી વગેરે વિદ્યાર્થીઓ ઘરે રહી મોબાઇલ એપ દ્વારા આસાનીથી કરી શકે છે. જે માટે એક જ દિવસમાં 16,227 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં નોંધાશે.

નોંધણીનો આ એક નવો જ વર્લ્ડ રેકોર્ડ છે
આ અંગે ગ્રંથપાલ યોગેશ પારેખે કહ્યું કે, MyLOFTમાં ઈ રિસોર્સીસના એકસેસ માટે નોંધણી કરવાની સમ્રગ પ્રકિયાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ છે. એક જ દિવસમાં, એક જ સમયે મોબાઇલ એપના માધ્યમથી ગ્રંથાલય ઇ રિસોર્સીઝ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયું એનો આ રેકોર્ડ છે. જે આગામી સપ્તાહમાં રીસિવ કરવામાં આવશે. જો કે ત્રણ લાખથી વધુ વિદ્યાર્થીઓનો ડેટા મેળવી તમામનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

3 લાખ વિદ્યાર્થીઓ ઓનલાઇન જોડાશે
ગુજરાત યુનિવર્સિટીના 3 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે જેમાં 1.5 લાખથી વધુ અમદાવાદના છે તેમાં પણ કેમ્પસમાં 5થી 7 હજાર વિદ્યાર્થીઓ છે. 3 લાખ વિદ્યાર્થીઓને આગામી સમયમાં જોડવામાં આવશે.

આ એપમાં 1.50 લાખ પુસ્તકોનો સમાવેશ
આ એપ પરથી જ વિદ્યાર્થીઓ 1,50,000 જેટલા પુસ્તકો વાંચી શકે છે, 10,000 જનરલ મૂકવામાં આવ્યા છે અને ડેટાબેઝ જેવા મટીરીયલ મોબાઇલ પરથી જ વાંચી શકાશે. ઇત્તર વાંચન, શૈક્ષણિક કાર્યને લગતી નવી બુક્સ, નવા રિસર્ચ પેપર, દુનિયાભરના ન્યૂઝ પેપરને પણ ફ્યૂચરમાં એડ કરવામાં આવશે.

5 મહિનામાં 1 લાખથી વધુએ ઉપયોગ કર્યો
ગુજરાત યુનિવર્સિટી ગ્રંથાલયની વેબસાઈટ પર સ્નાતક, અનુસ્નાતક કક્ષાએ CEC, E-PGP, NPTEL વગેરે એમ ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય MHRD, UGC મારફતે તૈયાર કરાયેલ અંદાજિત 74,735 કરતા વધુ ઓપન એક્સેસ, લાખો પુસ્તકો વાંચવા મળી રહે તે માટેની નેશનલ ડિજીટલ લાયબ્રેરીની લીંક પણ આપવામાં આવી છે. લોકડાઉનથી લઈને અત્યાર સુધીમાં ટોટલ 1,09,657 લોકોએ તેનો ઉપયોગ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here