News Updates
BUSINESS

ડુંગળીના વધતા ભાવે લોકોની વધારી ચિંતા ! 6 રાજ્યમાં 70ને પાર પહોચ્યાં ભાવ, જાણો તમારા રાજ્યમાં કિંમત

Spread the love

ઉત્તર ભારતના મહત્વપૂર્ણ રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ 70 રૂપિયાને પાર કરી ગયા છે. દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

ડુંગળીના ભાવે ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારતમાં હોબાળો મચાવ્યો છે. ભારત સરકારના કન્ઝ્યુમર અફેર્સ વિભાગની વેબસાઈટ અનુસાર, ઉત્તર ભારતના મહત્વના રાજ્ય દિલ્હી અને દક્ષિણ ભારતના પુડુચેરીમાં ડુંગળીના ભાવ રૂ. 70ને વટાવી ગયા છે. દેશમાં 6 રાજ્યો એવા છે જ્યાં ડુંગળીનો ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ઓછા ઉત્પાદન અને સમયસર પુરવઠો ન મળવાને કારણે ડુંગળીના ભાવમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે.

જો કે, સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે બફર સ્ટોક છોડવાનું કહ્યું છે પણ તેમ છત્તા કેટલાય રાજ્યમાં ડુંગળી ક્યાક 70 કે તેથી વધુની કિંમત બોલાય રહી છે. જો કે આ ભાવ સામાન્ય લોકો સુધી જતા 80ને વટાવી દે છે. એટલે કે પ્રતિ કિલો ડુંગળીના ભાવ 80 રુપિયા થઈ ગયો છે.

દેશના આ 8 રાજ્યોમાં ડુંગળીના ભાવ સૌથી વધુ છે

  1. દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમત વધીને 78 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. દેશના કોઈપણ રાજ્યમાં ડુંગળીના સૌથી વધુ સરેરાશ ભાવ અહીં છે.
  2. ગુજરાતની વાત કરીએ તો અહીં પણ લાલ સારી ડુંગળીની લોકો સુધી પહોચતા કિંમત 75 થી 80 રુપિયે કિલો છે.
  3. દક્ષિણ ભારતીય રાજ્ય પુડુચેરીમાં પણ ડુંગળીના ભાવ સૌથી વધુ છે. ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સની વેબસાઈટ અનુસાર ડુંગળીની કિંમત 70 રૂપિયા છે.
  4. દેશના ગોવા રાજ્યમાં ડુંગળીના ભાવ ઓછા નથી. સરકારી વેબસાઈટ અનુસાર ડુંગળીની કિંમત 67.5 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે.
  5. તમિલનાડુમાં પણ ડુંગળીના ભાવ આસમાને છે. કન્ઝ્યુમર અફેર્સ વેબસાઈટ અનુસાર ડુંગળીની કિંમત 65.86 રૂપિયા પ્રતિ કિલો છે.
  6. દક્ષિણ ભારતના છેલ્લા રાજ્ય કેરળમાં પણ ડુંગળીના ભાવ આસમાને છે. સરકારી વેબસાઈટ અનુસાર અહીં ડુંગળીની કિંમત 65.57 રૂપિયા છે.
  7. પૂર્વોત્તરના મહત્વના રાજ્યોમાંના એક મેઘાલયમાં પણ ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કન્ઝ્યુમર અફેર્સ વેબસાઈટ અનુસાર, અહીં કિંમત 64.6 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  8. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ડુંગળીના ભાવ રોકેટની જેમ વધી રહ્યા છે. અહીં ડુંગળીનો ભાવ 63 રૂપિયા સુધી પહોંચી ગયો છે.
  9. આંદામાન અને નિકોબારમાં ડુંગળીની કિંમત 60 રૂપિયાથી વધુ છે. કન્ઝ્યુમર અફેર્સ વેબસાઈટ અનુસાર, અહીં કિંમત 60.67 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  10. કેમ વધી રહ્યા છે ડુંગળીના ભાવ?
  11. વાસ્તવમાં ખરાબ હવામાનને કારણે ખરીફ ડુંગળીની વાવણીમાં વિલંબ થયો છે. જેના કારણે ડુંગળીના પાકને માઠી અસર થઈ છે. બીજી તરફ ડુંગળીનું આગમન પણ ભાવ વધવાનું મુખ્ય કારણ છે. ખરીફ ડુંગળી અત્યાર સુધીમાં બજારોમાં આવી ગઈ હોવી જોઈએ. ડુંગળીના સ્ટોકમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સ્ટોર અગાઉ રવી ડુંગળીથી ભરેલો હતો. ખરીફ ડુંગળીના પુરવઠામાં વિલંબને કારણે પુરવઠો ઘણો ધીમો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે જથ્થાબંધ અને છૂટક બંને બજારોમાં ડુંગળીના ભાવ વધી રહ્યા છે.

Spread the love

Related posts

SBIના ચોથા ક્વાર્ટરના પરિણામો:Q4FY23માં નેટ પ્રોફિટ 83% વધીને ₹16,694 કરોડ થયો, બેન્ક ₹11.30 પ્રતિ શેર ડિવિડન્ડ ચૂકવશે

Team News Updates

Vodafone Ideaના 22 કરોડ મોબાઈલ ઠપ્પ થઈ જશે? 7864 કરોડના દેવાની વસુલાત માટે ટાવર કંપનીની સેવા બંધ કરવાની ચીમકી

Team News Updates

IPO માર્કેટનું સૌથી મોટું વીકલી કલેક્શન:6 કંપનીઓ 7,398 કરોડની ઓફર લાવી, 2.6 લાખ કરોડની બિડ મળી; લિસ્ટિંગ આવતા અઠવાડિયે થશે

Team News Updates