News Updates
NATIONAL

મહારાષ્ટ્રમાં ટ્રક હોટલમાં ઘૂસી, 10નાં મોત:બ્રેક ફેઇલ થયા બાદ પહેલા કારને ટક્કર મારી, પછી હોટલમાં બેઠેલા લોકોને કચડી નાખ્યા, 28 ઘાયલ થયા

Spread the love

મહારાષ્ટ્રના ધુલેમાં મંગળવારે એક મોટો અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાને કારણે મુંબઈ-આગ્રા હાઈવે પર એક ટ્રક એક હોટલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં 10 લોકોનાં મોત થયાં છે, જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. મુંબઈ-આગ્રા હાઈવે પર શિરપુર તાલુકાના પલાસનેર ગામમાં બપોરે 12 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે.

અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે, એમાં ટ્રક ઝડપથી આવતી દેખાઈ રહી છે. પહેલાં એણે સફેદ રંગની કારને ટક્કર મારી. અથડામણ પછી ટ્રક રસ્તાની બાજુની હોટલમાં પલટી ખાઈ ગઈ. હોટલમાં બેઠેલા અનેક લોકોને ટ્રકે કચડી નાખ્યા.

કાર હવામાં 5 ફૂટ ઊછળી હતી

  • ઘટના દરમિયાનનો આ વીડિયો ડરામણો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અકસ્માત પહેલાં મુંબઈ-આગ્રા હાઈવે પર બીજું કન્ટેનર ડાબી દિશામાં ધીમી ગતિએ જઈ રહ્યું છે.
  • બીજી ટ્રક રોડની બાજુમાં ઊભી છે. એક કાર બંનેને ક્રોસ કરવા જતી હતી ત્યારે બેકાબૂ કન્ટેનર પાછળથી કારને ટક્કર મારી હતી. પછી એ હોટલમાં પ્રવેશ કરે છે.
  • શરૂઆતમાં કારના ટુકડા થઈ જાય છે અને રસ્તા પર 200 મીટર ખેંચતાં સામેના ડિવાઈડર સાથે અથડાય છે અને લગભગ 5 ફૂટ સુધી હવામાં ઊછળે છે.
  • આ પછી ટ્રક રસ્તાની બાજુની એક હોટલમાં ઘૂસી જાય છે અને લોકોને કચડતાં પલટી મારે છે. ઘટના સમયે હોટલમાં ભીડ હતી, જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થયું છે.
  • અકસ્માત બાદ રોડની બાજુમાં મૃતકો અને ઘાયલોની કતાર લાગી ગઈ હતી. ઘણા લોકોના શરીરના ભાગ અલગ પડેલા હતા. ઇજાગ્રસ્તો કલાકો સુધી રસ્તા પર પીડાતા જોવા મળ્યા હતા.
  • સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ઘટના દરમિયાન કન્ટેનરની સ્પીડ લગભગ 60-80 કિમી પ્રતિ કલાકની હશે. કન્ટેનર પર બેલાસ્ટ લોડ કરવામાં આવ્યું હતું.
  • લોકોએ આ ઘટના અંગે પોલીસને જાણ કરી, ત્યાર બાદ ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અને ક્રેનની મદદથી કન્ટેનરને હટાવી લેવામાં આવ્યું. આ દુર્ઘટનામાં હોટલ સંપૂર્ણપણે નાશ પામી હતી.

Spread the love

Related posts

ચોમાસું કેરળ પહોંચ્યું, 20થી 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચશે:થોડા કલાકોમાં કર્ણાટક-તામિલનાડુમાં બારેમેઘ ખાંગા થશે, એક અઠવાડિયા પછી ઉત્તર ભારતમાં એન્ટ્રી

Team News Updates

અમદાવાદ એરપોર્ટ વિમાન લેન્ડીંગ કરવા માટે મહત્વનુ, 150 થી વધારે પ્રકારના પ્લેન ભરી ચૂક્યા છે ઉંચી ઉડાન

Team News Updates

IPL 2023: નંબર-1 ગુજરાત ટાઈટન્સની હાર છતાં પ્લેઓફની રેસ વધારે રોમાંચક બની રહી છે, આ 5 ટીમો વચ્ચે બનશે જબરદસ્ત ટક્કર, જાણો

Team News Updates