સિમેન્ટ કોંક્રિટના મિક્સરમાં છૂપાવેલા 14.28 લાખના દારૂ સાથે 8 શખ્સો ઝડપાયા, એક જ રાતમાં પોલીસે કુલ 16.80 લાખનો દારૂ ઝડપ્યો

0
157
  • રાજકોટ પોલીસે 9 અલગ અલગ જગ્યા પર દરોડા પાડ્યા

રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા અને દારૂના ધંધાઓ સદંતર બંધ કરાવવા DGP આશિષ ભાટીયાએ આપેલી સૂચના અંતર્ગત રાજકોટ પોલીસે દરોડા પાડવાનું શરૂ કર્યું છે. ત્યારે રાજકોટ પોલીસે શહેરના 9 અલગ અલગ વિસ્તારોમાં દરોડા પાડીને કુલ 16.80 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે 8 આરોપીની ધરપકડ કરી છે અને અન્ય 2ની શોધખોળ હાથ ધરી છે. દરોડા દરમિયાન સિમેન્ટ કોંક્રિટના મિક્સરમાં છૂપાવેલો 14.28 લાખનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસની નજરથી બચવા માટે સિમેન્ટ કોંક્રિટના મિક્સરમાં દારૂ છૂપાવ્યો હતો
ભાવનગર રોડ પર કાળીપાટ ગામ નજીકથી પોલીસે સિમેન્ટ કોંક્રિટના મિક્સરમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ 14 લાખ 28 હજારની કિંમતના દારૂના જથ્થા સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી. મહત્વનું છે કે બૂટલેગર પોલીસની નજરથી બચવા માટે સિમેન્ટ કોંક્રિટના મિક્સરમાં દારૂ છૂપાવીને હેરાફેરી કરતો હતો.

પોલીસે 9 જગ્યા પર દરોડા પાડ્યા હતા
ભાવનગર રોડ પર કાળીયાટ ગામ નજીક દરોડા પાડી 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જે બાદ મોટી ટાંકી ચોકમાં રિક્ષામાંથી, નંદનવન પાર્કના પટમાંથી, સદર બજાર વેદાંત હોસ્પિટલની પાછળ કચરા પેટીવાલી ગલીમાં, બાપુનગર શેર નંબર-2માં, યુવરાજનગર-2માં, ભગવતીપરા ભારત પાન પાસે અને શિતલ પાર્ક લાખના બંગલા પાછળ સત્યનારાયણ નગરમાં દરોડા પાડી કુલ 16.80 લાખનો દારૂના જથ્થો સાથે 8 આરોપીને ઝડપી પાડ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here