ગીર સોમનાથ ના સરખડી ગામે આર્મી મેનો નું થયું ભવ્ય સ્વાગત

0
80

17 વર્ષ ની ફરજ પૂર્ણ કરી માદરે વતન પરત ફરેલા બે ફોજીઓ ને સમસ્ત ગામે ઉમળકા ભેર સ્વાગત કર્યું આ દરસ્યો છે ગીર સોમનાથ જિલ્લા ના કોડીનાર તાલુકા ના સરખડી ગામના રંજીતસિંહ વાળા અને જતિન ભટ્ટ નામના બે યુવાનો છેલા 17 વર્ષ થી દેશ ની સીમાઓ ની સુરક્ષા માટે ખડે પગે હતા જો કે 17 વર્ષ બાદ તેઓ પોતાની ફરજ પૂર્ણ કરી હવે માદરે વતન ફર્યા છે 17 વર્ષ સુધી અડીખમ દેશ ની રક્ષા કરતા આ બને જવાનો માદરે વતન સરખડી પહોંચતા આખા ગામ મા એક અનોખો માહોલ જોવા મળ્યો સરખડી આખું ગામ આ બંને યુવાનો ના સ્વાગત માટે 2 કિમિ દુર થી રેલી સ્વરૂપે તેમને ગામમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ બંને યુવાનો નું ગામની મહિલાઓ અને દીકરીઓ એ વધાવી લીધા બંને ફોજી યુવાનો પર ગામ લોકો એ ફૂલો નો વરસાદ કર્યો

અહેવાલ- હમીરસિંહ દરબાર, ગીર સોમનાથ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here