ધ્રોલ મા ફાયરીંગ કરી ખુન નિપજાવવાના ગુન્હામા નાસતા ફરતા શાર્પસુટર સુત્રધાર ને ઉત્તર પ્રદેશ થી પકડી પાડતી જામનગર એલ.સી.બી /પેરોલ ફલો સ્કોડ

0
126

ફરિયાદી જયદિપસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે ધ્રોલ વાળાએ ફરિયાદ જાહેર કરેલ જેમાં તા. ૦૬/૦૩/૨૦૨૦ ના બપોરના સમયે ધ્રોલ ત્રીકોણબાગ પાસે દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જદુવીરસિંહ જાડેજા ની પજેરો ગાડીમાં બેસવા જતા તે દરમ્યાન સ્વીફટ કાર નં જીજે ૦૩ જેઆર ૮૨૧૮ મા આવેલા અનિરૂધ્ધસિંહ સોઢા તથા મુસ્તાક પઠાણ તથા બે અજાણ્યા ઈસમો એ આવી દિવ્યરાજસિંહ ઉપર ફાયરીંગ કરી ઈજા કરી ખુન કરી નાશી ગયેલ આ બનાવ મરણ જનાર દિવ્યરાજસિંહ તથા આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા ને પડધરી ને ટોલનાકે વાહન પસાર કરવા બાબતે અગાઉ તકરાર થયેલ હોય જે બનાવ અનુસંધાને આરોપી એ કાવત્રુ રચી ગુન્હો અંજામ આપેલ હતો આ ગુન્હામા આરોપીઓ (૧) અનિરૂધ્ધસિંહ સોઢા (૨) મુસ્તાક રફીક પઠાણ (૩) અજીતભાઈ વીરપાલસિંહ ઠાકુર (૪) અખિલેશ ઉર્ફે બબલુ શ્રીરામઉદાર ઠાકુર (૫) ઓમદેવસિંહ જાડેજા (૬) નરેન્દ્રસિંહ ઉર્ફે કાનો જાડેજા ને અટકાવવા મા આવેલ છે

આ ગુનાના કામે પકડવાના બાકી આરોપીઓને સત્વરે શોધી કાઢવા અંગે જામનગર ના પોલીસ અધિક્ષક દિપેન ભદ્રન નાઓ દ્વારા એલ.સી.બી પોલીસ ઈન્સ્પેક્ટર કે.જી..ચૌધરી નાઓ સહિત પેરોલ સ્કોડ જામનગર નાઓને સુચના કરવામાં આવી હતી જેનાં આધારે પેરોલ ફલો સ્કોડ ના પો. સબ ઈન્સ એ.એસ.ગરચર તથા એલસીબી /પેરોલ ફલો સ્કોડ ટીમેએ ઉત્તર પ્રદેશ રાજ્યના બહારીય જીલ્લામાથી સંયુક્ત ઓપરેશન થી આ ગુનાના કામે વોન્ટેડ રોહિતસિંહ ઉર્ફે સોનુ રામપ્રસાદસિંધ ઠાકુર રાજપૂત રહે નેવારી ગામ થાના દેહાત જીલ્લા ગોન્ડા ઉત્તર પ્રદેશ પકડી અત્રે લઈ આવતા તેઓના ઉપરોક્ત ગુનાના કામે વિધિવત ધરપકડ કરવામાં આવે છે જેઓની પુછપરછમાં તેઓએ ગુનાનો એકરાર કરેલ હોય વિશેષ તપાસ થવા સારૂ તેઓના પોલીસ કસ્ટડી રીમાન્ડ દિવસ – ૦૫ ના મેળવવામાં આવે છે

અહેવાલ- સાગર સંધાણી, જામનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here