News Updates
SURAT

તમામ જ્યોતિર્લિંગની પૂજા એક જ સ્થાને:પાલનપુર જકાતનાકા શિવ મંદિરમાં 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ મુકતા શિવ ભક્તોમાં ઉત્સાહનો માહોલ, ભક્તો તાપીના જળથી અભિષેક કરી શકશે

Spread the love

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે સુરતમાં ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. સુરતના દૂધેશ્વર મહાદેવ મંદિરે 12 જ્યોતિર્લિંગના ભક્તો દર્શન કરી શકશે તેમજ ભક્તો તાપીના જળથી અભિષેક પણ કરી શકશે.

શ્રાવણમાં શિવ અભિષેકનો મહિમા
સુરતના પાલનપુર જકાતનાકા પ્રશાંત સોસાયટી ખાતે અંદાજીત 25 વર્ષ જુનું દૂધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં હાલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિતે ભક્તો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકશે. આ ઉપરાંત અહી દર્શનાર્થે આવનાર ભક્તો તાપીના જળથી અભિષેક કરી શકે તે માટેની સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહી દર્શનાર્થે આવી રહ્યા છે અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.

તમામ બાર જ્યોતિર્લિંગ પૂજા અર્ચના
મંદિરના પુજારી મનીષગીરી ગૌસ્વામીએ જણાવ્યું હતું કે, હર કોઈ વ્યક્તિ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈ શકતો નથી. ત્યાં જળ અભિષેક કરી શકતો નથી. ત્યારે હાલમાં પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દરેક વ્યક્તિ 12 જ્યોતિર્લિંગના દર્શન આ મંદિરમાં કરી શકશે. અહીં માન સરોવર પણ બનાવવામાં આવ્યું છે અને આ મંદિરમાં તાપીનું જળ દરરોજ લાવવામાં આવે છે. જેથી ભક્તો તાપીના જળથી જળાભિષેક કરી શકે છે. દૂધેશ્વર મહાદેવ મંદિરની અંદર દરરોજ શણગાર થાય છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અહી દર્શનાર્થે આવે છે. અમાસના દિવસે અહી ભસ્મ આરતી થાય છે. ત્યારે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે.’


Spread the love

Related posts

 Navsari:સ્મશાનેથી મૃતદેહ પરત લાવવો પડ્યો,જ્યાં જુઓ ત્યાં પાણીનો કબજો, નવસારી શહેરના નદીકાંઠા વિસ્તારમાં

Team News Updates

SURAT: ઝડપી પાડી તલાસી લેતા લાખોનું ડ્રગ્સ ઝડપાયું,સુરત પોલીસને જોઈ યુવાન ભાગ્યો

Team News Updates

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Team News Updates