અમારી ટીમમાં એવો વિચાર આવ્યો કે જે લોકો હંમેશા માટે આપડા માટે જીવે છે. દિન-રાત, ટાઢ-તડકો જોયા વગર જ આપડી સેવા અને સુરક્ષા માં પોતાના પરિવાર નું ચિંતા કર્યા વગર જ પોતાના જીવનની અમૂલ્ય ક્ષણો આપડા માટે સમર્પિત કરે છે. તો સરથાણા થી રેલ્વે સ્ટેશન સુધી માં આવતા તમામ પોલીસકર્મીઓ & TRB જવાનો ને અમારી લાગણી વ્યકત કરતો પત્ર આપી એમના કામ માં જોશ વધાર્યો. અને સુરત ની જનતા, વિશ્વકર્મા એકેડમી અને સ્ટોરી સીકર્સ ની ટીમ દરેક જવાનોને સો સો વંદન કરે છે અને તમામ નો દિલ થી આભાર માને છે. જય હિન્દ, જય ભારત.
અને વિશેષ માં અમારી ટીમ દર રવિવારે લોકો ની વચ્ચે જઈ ને લોકો ની કોઈ ચિંતા હોય અથવા તો લોકો ના જીવનમાં ભૂતકાળ માં કોઈ એવી ઘટના બની હોય અને એનું સમાધાન હોય તો એ અમને કહેવા માટે કહીએ છીએ કેમ કે આજના જમાનામાં માનવી મગજની અંદર ઘણું બઘું ભરીને જીવે છે પણ જો એક વાર કોઈની સામે ખુલી જાય ને તો એ માનવીને મજા પડી જાય. તો એના માટે અમારી ટીમ દર રવિવારે અલગ અલગ જગ્યા ઉપર જઈ લોકો સાથે વાતચીત કરે છે બેનર દ્વારા અને સાથે સાથે ફ્રી હગ, હાઈફાઈ, રામ-રામ જેવી એક્ટિવિટીઝ પણ કરીએ છીએ અને અમારી ટીમનો બેક સપોર્ટ એટલે વિશ્વકર્મા એકેડમી અને મનીષભાઈ વઘાસિયા કે જેણે અમને દિલથી ખૂબ સપોર્ટ કર્યો છે. વિશેષ આભાર આપ સૌ જનતાનો કે આપ સૌ પોતાની વાતો અમને શેર કરો છો.ખુબ ખુબ આભાર.
અહેવાલ : (સુરત)