આ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ ના નવનિયુક્ત અધ્યક્ષ. ડૉ ભાવેશ જેઠવા અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના એકેડેમિક ડૉ. જે. એન. શાસ્ત્રી. ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો તેમણે વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના સાહિત્યનો રસપાન કરાવ્યો હતો.
આ કાર્યક્રમમાં અનુસ્નાતક વિભાગના વિદ્યાર્થીઓ કલ્પેશ પટેલ, જોષી કિંજલ, ચારણ નાનું, બારીયા કલ્પના, ડામોર વિજય, પરમાર શર્મિલા, બામણીયા જીતેશ આ વિદ્યાર્થીઓએ ઉમાશંકર જોશીના જીવન, સાહિત્ય સર્જન, પુરસ્કારો વગેરે વિષયો પર વક્તવ્ય આપ્યું હતું અને કવિતાઓનું કાવ્ય પઠણ પણ કર્યું હતું. આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન અનુસ્નાતકના વિદ્યાર્થી પરમાર જીતેન્દ્ર કુમારે કર્યું હતું. ગુજરાતી વિભાગના સહાયક અધ્યાપક ડૉ.જાનકી શાહે તેમના વક્તવ્યમાં ઉમાશંકર જોશીના સાહિત્યની ઝલક વિદ્યાર્થીઓને કરાવી હતી. આ કાર્યક્રમની આભાર વિધિ સહાયક અધ્યાપક ડૉ. મૌસમી મેસવાણિયા દવે એ કરી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો.
અહેવાલ : ગણપત મકવાણા (પંચમહાલ)