આ શુભ પ્રસંગે શ્રી વિશ્ર્વ માતૃસંસ્થા લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિના અધ્યક્ષ કિરીટભાઈ ભીમાણી તથા કથાના મુખ્ય યજમાન અમિતભાઈ સચદેવ તથા સુરેન્દ્રનગર લોહાણા મહાજન ના પ્રમુખ પુનિતભાઈ ગોવાણી તથા મંત્રી શ્રી તુષારભાઈ હાલાણી તથા પર્યાવરણ સમિતિ ના સૌરાષ્ટ્ર ઝોન કારોબારી સભ્ય નિખિલ સાયતા રાજસીતાપુર તથા સમાજ ની સંસ્થાઓ ના સમાજ ના આગેવાનો આ પ્રસંગે જોડાયા હતા અને સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી ઓ ઉપસ્થિત રહ્યા હતા જે કાર્યકમ ને સફળ બનાવવા માટે શ્રી રામદુત સેવા સંસ્થા સુરેન્દ્રનગર તથા સુરેન્દ્રનગર લોહાણા મહાજન દ્વારા આ વૃક્ષારોપણ નુ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે લોહાણા યુવક મંડળ તથા રામદુત સેવા સંસ્થા એ જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : મુકેશ ખખ્ખર (ચોટીલા)