હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના ખેડૂતોને લઈને મોટી આગાહી કરી છે. સતત અવિરત વરસાદથી પાકને નુકસાન થવાની ભીતિ છે. સતત વરસાદને કારણે પાક નષ્ટ થઈ શકે છે. સપ્ટેમ્બરના અવિરત વરસાદથી ખેતરોના પાકમાં જીવ-જંતુ પડવાની શક્યતા રહેલી છે. આ તરફ મેઘરાજા હજુ પણ વિરામ લેવાના મૂડમાં નથી અને ભાદરવામાં પણ જમાવટ કરતા જોવા મળશે.
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે. અંબાલાલે ભીતિ વ્યક્ત કરી છે કે જો રાજ્યમાં આ પ્રકારે અવિરત વરસાદ શરૂ રહેશે તો ખેડૂતોના પાકને નુકસાન થશે. પાક નષ્ટ થઈ શકે છે. પાક બળી જવાની તેમજ જીવાત પડવાની ભીતિ રહેલી છે. આ તરફ વરસાદને લઈને અંબાલાલે જણાવ્યુ છે કે હાલ રાજ્ય પર જે એક બાદ એક વરસાદી સિસ્ટમ બની રહી છે તેને જોતા ભાદરવા મહિનામાં પણ મેઘરાજા ભરપૂર જમાવટ કરે તેવુ લાગી રહ્યુ છે.
આગામી ત્રણ દિવસ અમદાવાદ, વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડવાવી વકી છે. જેમા અરવલ્લી, સાબરકાંઠા, ઈડરના કેટલાક ભાગોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે. ભાવનગર કચ્છ, સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્યમાં હવે વરસાદ માત્ર ઝાપટા સ્વરૂપે આવશે.
બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થવાથી બિહાર અને મધ્યપ્રદેશ થઈ ગુજરાતના સરહદી વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. 22 સપ્ટેમ્બરે સિસ્ટમ સક્રિય થવાથી 22,23,24 રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે.