મહેસાણા જિલ્લામાં આજે ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે.ત્યારે મહેસાણા શહેર માં ધોધમાર વરસાદ આજે સવારથી પડતા લોકોને ભારે હાલાકી પડી રહી છે.ત્યારે મહેસાણા ના મોટા ભાગના નીચાંણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.મહેસાણામાં વિસનગર રોડ પર આવેલ સોમનાથ ચોક વિસ્તાર ના ચામુંડા નગર જવાના રોડ પર ઢીંચણ સમાં પાણી ભરાયા હતાં.
મહેસાણા મા આજે વરસાદી માહોલ વચ્ચે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.જેમાં માનવ આશ્રમ ચોકડી થી આબેડકર બ્રિજ સુધી ટ્રાફિક જામ સર્જાયો હતી.મહેસાણા એક અને બે માં આવવા જવા માટેના ગોપીનાડુ અને ભમરીયું નાડું પાણીમાં ગરકાવ થયાની સ્થિતિ સર્જાઈ હતી.જેથી અન્ય માર્ગો પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો
મહેસાણા ના મોઢેરા રોડ પર અવસર પાર્ટી પ્લોટ પાસે આવેલ કાવેરી સ્કૂલ બહાર પાણી ભરાઈ જતા આખો મોઢેરા હાઇવે પાણીમાં ગરકાવ થયો હતો.જેના કારણે શાળામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને લેવા આવેલા વાલીઓ અટવાઈ પડ્યા હતા.જોકે મોડે મોડે તંત્ર મોઢેરા રોડ પર આવી શાળામાં રહેલા બાળકો ને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.મહેસાણા ના આજે સવારથી પડી રહેલા વરસાદ માં મોઢેરા રોડ આખો બેટમાં ફેરવ્યો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ હતી.ત્યારે આ વિસ્તારમાં તંત્રના અધિકારી ઓ દોડી આવ્યા હતા.