કોઈ પણ સ્પર્ધા જીતવા બદલ ખેલાડીને મેડલ આપવામાં આવે છે. આ મેડલ ત્રણ પ્રકારના હોય છે. ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ. નંબર 1 સ્પર્ધકને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. તમારા મનમાં ક્યારેક આ પ્રશ્ન તો આવ્યો જ હશે કે ગોલ્ડ મેડલમાં કેટલું સોનું હોય છે ? આજે અમે તમને જણાવીશું કે ગોલ્ડ મેડલ સંપૂર્ણ સોનાનો હોય છે કે તેમાં અન્ય કોઈ ધાતુ મિશ્રિત હોય છે.
કોઈ પણ સ્પર્ધા જીતવા બદલ તમને મેડલ આપવામાં આવે છે. આ મેડલ ત્રણ પ્રકારના હોય છે. ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. નંબર 1 સ્પર્ધકને ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. તમારા મનમાં ક્યારેક આ પ્રશ્ન તો આવ્યો જ હશે કે ગોલ્ડ મેડલમાં કેટલું સોનું હોય છે ?
તમને જણાવી દઈએ કે ગોલ્ડ મેડલ સંપૂર્ણપણે સોનાનો હોતો નથી, તેમાં માત્ર સોનાનું પડ જ હોય છે. જે 24 કેરેટ સોનાનું હોય છે.
વર્ષ 2022માં એશિયન ગેમ્સ હેંગઝોઉમાં યોજાઈ હતી. જ્યાં ભારતે કુલ 107 મેડલ જીત્યા હતા. જેમાં 28 ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા
2022માં આયોજિત ઓલિમ્પિકમાં જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. તેનું વજન 556 ગ્રામ હતું. તેમાં માત્ર 6 ગ્રામ સોનું અને 550 ગ્રામ ચાંદી હતી.
વર્ષ 1912માં સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં યોજાયેલ ઓલિમ્પિકમાં પહેલી અને છેલ્લી વાર સંપૂર્ણ સોનાના ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા. ત્યારથી અત્યાર સુધી માત્ર મિશ્ર ધાતુના બનેલા ગોલ્ડ મેડલ આપવામાં આવે છે.