રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથઈ કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ છે. ગુજરાત ATS,NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ છે.
રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ફરી એક વાર પોરબંદરથી 350 કિમી દૂર જળસીમામાંથઈ કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ છે. ગુજરાત ATS,NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યુ છે. જેમાં તેઓએ દરિયાઈ જળસીમામાંથી ફરીથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.દરિયાઈ જળસીમા માંથી 70 થી 80 પેકેટ ડ્રગ્સ પકડી પાડ્યું છે. બોટમાંથી 6 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્ર્ગ્સની અંદાજિત કિંમત 500 કરોડ જેટલી હોવાનું સામે આવી રહ્યુ છે. જો કે આ અગાઉ પણ આ જ પ્રકારે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યુ હતુ. જેનું ઈન્ટરનેશલ કનેકશન પણ નીકળ્યુ હતું.
આ અગાઉ પણ ઝડપાયુ હતુ કરોડોનું ડ્રગ્સ
આ અગાઉ પણ પોરબંદર નજીક ભારતીય જળસીમામાં ગુજરાત ATS, NCB અને કોસ્ટગાર્ડે સંયુક્ત રીતે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું હતુ. સમુદ્રમાંથી મોટો ડ્રગ્સનો જથ્થો એજન્સીઓએ ઝડપી પાડ્યો હતો. અરબ સાગરમાંથી 3 હજાર કિલો ડ્રગ્સ ઝડપાયું હતુ.