કેન્દ્ર સરકારે લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે
મોદી સરકારે લોકોને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવા માટે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ દેશના 1 કરોડ પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારાઓને સબસિડી આપવામાં આવશે.
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ ઓછામાં ઓછા 30 હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ, 1 કિલોવોટ રૂફટોપ સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનાર વ્યક્તિને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જ્યારે 2 kW ની સોલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારને રૂપિયા 60,000 ની સબસિડી આપવામાં આવશે, જ્યારે 3 kWની રૂફટોપ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરનારને 78,000 રૂપિયાની સબસિડી ચૂકવવામાં આવશે.
કેવી રીતે મેળવશો સબસિડી
જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જેના માટે તમારું રાજ્ય અને વીજળી વિતરણ કંપની પસંદ કરો. પછી તમારો વીજળી ગ્રાહક નંબર, મોબાઈલ નંબર અને ઈમેલ તેમા દાખલ કરો. તે પછી અરજી કરો અને શક્યતાની મંજૂરી મેળવ્યા પછી, પ્લાન્ટ ઇન્સ્ટોલ કરો.
આગળના સ્ટેપમાં તમારે, નેટ મીટરની સ્થાપના અને ડિસ્કોમ દ્વારા ચકાસણી કર્યા પછી, કમિશનિંગ પ્રમાણપત્ર પોર્ટલ પરથી જનરેટ કરવામાં આવશે. છેલ્લા સ્ટેપમાં, એકવાર તમે કમિશનિંગ રિપોર્ટ મેળવી લો, પછી પોર્ટલ દ્વારા બેંક ખાતાની વિગતો અને રદ કરાયેલ ચેક સબમિટ કરો. તમને 30 દિવસની અંદર તમારા બેંક ખાતામાં સબસિડી મળી જશે.
ક્યાં કરાવશો નોંધણી ?
પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના માટે નોંધણી કરવા માટે, વેબસાઈટ https://pmsuryaghar.gov.in પર જાઓ. આ વેબસાઈટ પર તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરો. આ સિવાય તમે ઑફલાઇન રજિસ્ટ્રેશન માટે નજીકની પોસ્ટ ઑફિસમાં પણ જઈ શકો છો. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર કુલ 75,021 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ યોજનાથી લોકોને વિનામૂલ્યે 300 યુનિટ સુધી વીજળીનો પુરવઠો મળશે અને તેઓ તેમના ઘરમાં સોલાર પેનલ લગાવીને પર્યાવરણ માટે યોગદાન આપી શકશે.