ગુજરાતમાં દૂનિયાનું સૌથી મોટું દેશના પહેલા ગ્રુહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ નર્મદા નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. જેને સ્ટેચ્યુ ઓફ યુનિટીનીના નામે સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે અને દેશ વિદેશના લોકો આ સ્ટેચ્યુંને જોવા આવે છે, તેની ઉંચાઈ 182 મીટર છે. જ્યારે અમે તમને જે પવનચક્કી વિશે જણાવીએ છીએ તે સ્ટેચ્યું ઓફ યુનિટી કરતા પણ ઉંચી છે.
આ પવનચક્કીને ગુજરાતમાં ફીટ કરવામાં આવી છે, તેને ગુજરાતના કચ્છમાં અદાણી ગ્રુપ દ્વારા લગાવવામાં આવી છે. આ પવનક્કીનું એક પાખડું 80 મીટરનું હોવાનું અનુમાન છે.
જો કે આ પવનચક્કી દેશની સૌથી મોટી પવનચક્કી પણ છે. આ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની મુન્દ્રા વિન્ડટેક લિમિટેડ દ્વારા લગાવવામાં આવી છે.
આ પવનચક્કી દ્વારા 5.2 મેગાવોટ વિજળી પેદા થાય છે, આ પવનચક્કી 4000 ઘરોને વિજળી પુરી પાડે છે. આ પવનચક્કીની રોટરનો વ્યાસ 160 મીટર છે. જે પવનચક્કી વિશે જણાવીએ છીએ તે સ્ટેચ્યું ઓફ યુનિટી કરતા પણ ઉંચી છે
આ પવનચક્કીની ઉચાઈ એટલી છે કે 40 માળની બિલ્ડીંગ જેટલી થાય છે. આ પનવચક્કીને લગાવવામાં 19 દિવસનો સમય લાગ્યો હતો.
જો કે અદાણી ગ્રુપ દ્વારા કચ્છના મુદ્રામાં અનેક પવનચક્કી લગાવવામાં આવી છે અને તેના દ્વારા અનેક મેગાવોટ વિજળી પેદા કરવામાં આવે છે.
સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યું નર્મદા નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. દેશ વિદેશના લોકો આ સ્ટેચ્યુંને જોવા આવે છે, તેની ઉંચાઈ 182 મીટર છે.
ગુજરાતના કચ્છમાં અદાણી ગ્રુપ દ્વારા લગાવવામાં આવી છેઆ પવનચક્કી દ્વારા 5.2 મેગાવોટ વિજળી પેદા થાય છે.
આ પવનચક્કી 4000 ઘરોને વિજળી પુરી પાડે છે.આ પનવચક્કીને લગાવવામાં 19 દિવસનો સમય લાગ્યો હતો