News Updates
GUJARAT

ખેડામાં પ્રથમ વાર અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી શાકભાજી, આંબાની ખેતી

Spread the love

અલ્ટ્રા હાઈડેન્સિટી વાવેતર દ્વારા ખેતીની જમીનની ઊભી અને આડી જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ સંભવિત વળતર મેળવવામાં આવે છે. જેમાં વાવેલા છોડની ઊંચાઈ, પહોળાઈ અને ફ્રુટ બેરીંગની ક્ષમતાને વિકસાવી શકાય છે.

આજે ખેતીમાં સંચાર, સરકારી સહાય અને તકનિકીના ઉપયોગથી અવનવા પ્રયોગો શરૂ થયા છે. ખેડૂત ફક્ત તેના ગામની ચાર દિશાઓથી સીમિત ન રહેતાં દેશ પરદેશમા ફરીને ખેતી વિષયક બાબતોની નવી જાણકારી મેળવે છે. આવો જ એક નવતર પ્રયોગ ખેડા જિલ્લાના કપડવંજના બે સગા ખેડૂતભાઈઓ, હરીશ પટેલ અને તેમના મોટા ભાઈ અમૃત પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

આ ખેડૂત ભાઈઓએ તેમના વતન થવાદ ગામ ખાતેના ખેતરમાં 3.83 હેકટર જમીનમા અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિ અને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મદદથી 4,800 આંબા અને આંતરપાક તરીકે એકઝોટીક વેજીટેબલનું વાવેતર કર્યું છે. જેમાં તેમને નડિયાદ બાગાયત વિભાગ દ્વારા ફળ પાક ઉત્પાદકતા વધારવા કાર્યક્રમ અંતર્ગત અને સ્વયં-સંચાલિત બાગાયત મશીનરી માટે 2.35 લાખ રુપિયાની સહાય આપવામાં આવી છે.

ફળ પાક ઉત્પાદકતા સહાયના લાભ વિશે જણાવતાં મદદનીશ બાગાયત નિયામક જૈમિન પટેલે જણાવ્યુ કે આ યોજના અંતર્ગત આંબા, જામફળ, તથા કેળ ટીસ્યુ ફળ પ્લાન્ટેશન માટે બાગાયત ખાતા દ્વારા સબસિડી આપવામાં આવે છે. જેમાં ખેડૂતને આંબા પાક માટે એક રોપા દીઠ સો રૂપિયા અથવા કુલ વાવેલા રોપાના 50% સબસિડી મહત્તમ રૂ.40000/હેકટર અને બગાયાતી આંતરપાક વાવેતર માટે રૂ.10000/હેકટર સહાય મળશે.

અલ્ટ્રા હાઈડેન્સિટી વાવેતર દ્વારા ખેતીની જમીનની ઊભી અને આડી જગ્યાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી મહત્તમ સંભવિત વળતર મેળવવામાં આવે છે. જેમાં વાવેલા છોડની ઊંચાઈ, પહોળાઈ અને ફ્રુટ બેરીંગની ક્ષમતાને વિકસાવી શકાય છે.

આંબાના વાવેતરમાં આ પદ્ધતિનો ફાયદો જણાવતા ખેડૂત હરીશ પટેલ જણાવ્યુ કે જૂની પદ્ધતિથી આંબાની ખેતીમાં એક એકર જમીન અંદર વધુમાં વધુ 40 થી 50 છોડ ઉગાડી શકાય છે, જ્યારે અલ્ટ્રા હાઈડેન્સિટી પદ્ધતિથી એક એકરમાં 700 સુધીની સંખ્યામાં આંબાના છોડ રોપી શકાય છે. આમ નાની જમીન ધરાવતા ખેડૂતો માટે આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક નીવડી શકે છે. આંતરપાક વાવેતરમાં વિવિધતાસભર પાકને એકબીજા સાથે ઉગાડવામાં આવે છે.

આર્ટિફિશ્યલી રીતે આંબાની ઊંચાઈને ટ્રિમિંગ અને પ્રુનીંગ દ્વારા અંકુશમાં રાખવામાં આવે છે જેથી આંબાના ઝાડના થડનો વિકાસ વધુ થાય છે અને ઝાડની ફ્રુટ બેરિંગ અને લોડ બેરિંગ ક્ષમતાને વિકસાવી શકાય છે. બીજું છે કે આ પ્રકારે તૈયાર કરેલ આંબાની ઊંચાઈ ઓછી હોવાથી ખેતીમાં લેબરનું કામ પણ સરળ થઇ જાય છે. આ રીતે મજૂરીખર્ચમાં ઘટાડો કરી શકાય છે.

આંબાની ડાળીઓને નિયમિત ટ્રિમીંગ કરીને ઝાડના ઘેરાવને મર્યાદિત કરી શકાય છે જેથી નિશ્ચિત માત્રામાં કેરીનું ઉત્પાદન કરી શકાય છે. આ પદ્ધતિથી ઉગાડેલા આંબામાં ત્રણ વર્ષ પછી કેરીઓનું ઉત્પાદન ચાલુ થાય છે.

આંબાના વાવતેર સિવાય પણ ખેડૂતભાઈઓ દ્વારા બે આંબાના છોડ વચ્ચે રહેલ બાકી જગ્યાનો સદ ઉપયોગ કરવા અને કેરીનો છોડનું ઉત્પાદન આવે ત્યાં સુધી વૈકલ્પિક આવક મેળવવા આ જમીનમા આંતરપાક તરીકે એક્ઝોટીક વેજીટેબલ ઉગાડ્યા છે. જેમાં બ્રોકલી, ઝુકીની, રેડ,ગ્રીન અને આઇસબર્ગ લેટ્સ, રેડ, ગ્રીન અને યેલો કેપ્સીકમ, રેડ કેબેઝ અને ચેરી ટોમેટોનું વાવેતર કર્યું છે. ઉપરોક્ત શાકભાજીના વેચાણ દ્વારા ખેડુતભાઈઓએ અત્યાર સુધીમાં રૂ 70 હજારની આવક મેળવી છે.


Spread the love

Related posts

ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટીને પહેલાં મહિલા કુલપતિ મળ્યાં, ડો. નીરજા ગુપ્તાની :પસંદગીઆખરે કુલપતિની શોધ પૂરી થઈ

Team News Updates

આજથી શરૂ થયો પિતૃ પક્ષ, જાણો તેનું મહત્વ, તર્પણ પદ્ધતિ અને મંત્ર

Team News Updates

ભાવનગર-જામનગરને મળ્યા નવા મેયર:ભાવનગરના નવા મેયર તરીકે ભરત બારડના નામ પર મહોર, વિનોદ ખીમસુરીયા બન્યા જામનગરના નવા મેયર

Team News Updates