News Updates
ENTERTAINMENT

પુષ્પા 2ની રિલીઝ ડેટ કન્ફર્મ, અલ્લુ અર્જુનની ફિલ્મ આ દિવસે થિયેટરોમાં આવશે

Spread the love

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની (Allu Arjun) ફિલ્મ પુષ્પા 2 (Pushpa 2) ની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. લોકોને પહેલો ભાગ ઘણો પસંદ આવ્યો. હવે દરેક તેને પુષ્પાના અવતારમાં ફરી એકવાર જોવા માંગે છે. એક્ટરે તેની ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પાના રૂપમાં સ્ક્રીન પર ધૂમ મચાવશે.

વર્ષ 2021માં પુષ્પાનું (Pushpa 2) પાત્ર ભજવીને અલ્લુ અર્જુને સ્ક્રીન પર ધૂમ મચાવી હતી. આ ફિલ્મે લોકોના દિલ પણ જીતી લીધા અને બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી. અલ્લુ અર્જુનનો લુક હોય કે પછી ફિલ્મના ડાયલોગ, બધું જ ખૂબ જ પોપ્યુલર થયું હતું. હવે અલ્લુ અર્જુનના તમામ ફેન્સ લાંબા સમયથી આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. દરેકના મનમાં સવાલ છે કે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે. હવે અલ્લુ અર્જુને પોતે આ સવાલનો જવાબ આપ્યો છે.

અલ્લુ અર્જુને પુષ્પા 2 ની રિલીઝ ડેટ જાહેર કરી છે. સોમવારે તેને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેની ફિલ્મ ક્યારે રિલીઝ થશે. તમને જણાવી દઈએ કે પુષ્પા 2 15 ઓગસ્ટ 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. એટલે કે અલ્લુ અર્જુન ફરી એકવાર પુષ્પાના રૂપમાં સ્ક્રીન પર ધૂમ મચાવશે.


Spread the love

Related posts

પાર્કિંગ ચાર્જ 1 લાખ, ટિકિટની કિંમત સાડા 8 લાખ રુપિયા,  ભારત અને પાકિસ્તાનની મેચની

Team News Updates

14 વર્ષ જૂનો રેકોર્ડ  તિલક વર્માએ તોડ્યો:સૌથી યુવા ખેલાડી બન્યો સાઉથ આફ્રિકા સામે સદી ફટકારનાર

Team News Updates

વિરાટ કોહલીએ આઈપીએલમાં એક જ ટીમમાં રહી પુરા કર્યા 16 વર્ષ

Team News Updates