સેન્ચુરિયન ટી20માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ તિલક વર્મા સદી ફટકાવનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન બન્યો છે. આ પહેલા આ રેકોર્ડ ભારતના સુરેશ રૈનાના નામે હતો.
તિલક વર્માએ 13 નવેમ્બરના રોજ સેન્ચુરિયન ટી20માં એક અલગ રુપમાં જોવા મળ્યો હતો. તેમણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 4 મેચની સીરિઝની ત્રીજી મેચમાં સદી ફટકારી હતી. તિલક વર્માને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.
તિલક વર્માએ 51 બોલમાં સદી ફટકારી હતી.ભારતે 20 ઓવરમાં 6 વિકેટ પર 219 રન બનાવ્યા હતા. આ સદી સાથે તેમણે એક રેકોર્ડ પણ પોતાને નામ કર્યો હતો.તિલક ટોપ-10 ટીમો સામે T20I સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય બેટ્સમેન છે.
તિલકે 14 વર્ષ જૂનો રૈનાનો રેકોર્ડ તોડ્યો હતો. રૈનાએ 23 વર્ષ અને 156 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી. તો 22 વર્ષના તિલક વર્મા યશસ્વી જ્યસ્વાલ બાદ ટી20 ઈન્ટરનેશનલમાં સદી ફટકાવરનાર બીજો યુવા ખેલાડી બની ગયો છે.
જો આપણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રીજા મેચની વાત કરીએ તો અર્શદીપ સિંહે 3, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી હતી. જ્યારે હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી હતી. વરુણે 4 ઓવરમાં 54 તો પંડ્યાએ 50 રન આપ્યા હતા.
ભારતે સાઉથ આફ્રિકા સામે 11 રનથી ત્રીજી ટી20 મેચ જીતી લીધી છે. આ જીતનો હિરો તિલક વર્મા રહ્યો હતો. આ જીત સાથે ભારતે સીરિઝમાં 2-1થી લીડ મેળવી લીધી છે. આ મેચમાં તિલકને 3 સફળતા મળી છે. પ્રથમ તેમણે કેપ્ટનનો ભરોસો જીત્યો, પ્લેયર ઓફ ધ મેચ બન્યો અને ભવિષ્યમાં ત્રીજા નંબરની પોઝિશન પણ પાક્કી કરી લીધી છે.