News Updates
ENTERTAINMENT

જો તમે પણ ઓનલાઈન ગેમ રમો છો તો રહો સાવધાન, લોકોને રૂપિયાની લાલચ આપીને થઈ રહી છે છેતરપિંડી

Spread the love

ગેમિંગ એપ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને ઓરિજનલ એપ જેવી દેખાતી ફેક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની એપ સંપૂર્ણ રીતે નકલી હોય છે અને તેના આઈપી એડ્રેસ અન્ય દેશોમાં રજીસ્ટર્ડ હોય છે. સાયબર ગુનેગારો ગેમિંગ યુઝર્સને એપ ડાઉનલોડ કરવા અને ટેલિગ્રામ આઈડી બનાવવા અને નફો મેળવવા માટે રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે.

ભારતમાં ઓનલાઈન ગેમિંગનું (Online Gaming) ચલણ ઝડપથી વધી રહ્યું છે. સાયબર (Cyber Crime) ઠગ લોકોને રૂપિયા જીતવની લાલચ આપીને ફ્રોડ કરી રહ્યા છે. સાયબર ગુનેગારો લોકોને ગેમિંગ એપ (Gaming App Fraud) પર રજીસ્ટ્રેશન કરાવવા માટે કહે છે અને  નણા જમા કરાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટેલિગ્રામ અને વોટ્સએપ પર આ પ્રકારની જાહેરાત કરીને લોકોને ફસાવે છે.

રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે

ગેમિંગ એપ પર રજીસ્ટ્રેશન કર્યા બાદ લોકોને ઓરિજનલ એપ જેવી દેખાતી ફેક એપ ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની એપ સંપૂર્ણ રીતે નકલી હોય છે અને તેના આઈપી એડ્રેસ અન્ય દેશોમાં રજીસ્ટર્ડ હોય છે. સાયબર ગુનેગારો ગેમિંગ યુઝર્સને એપ ડાઉનલોડ કરવા અને ટેલિગ્રામ આઈડી બનાવવા અને નફો મેળવવા માટે રૂપિયાનું રોકાણ કરવાનું કહે છે.

ટેક્સ બાદ ચૂકવણી કરવાની શરત

શરૂઆતમાં સ્કેમર્સ થોડો નફો કમાવી અને લાલચ આપે છે કે તેઓ વધારે રૂપિયા એપમાં જમા કરાવે. એપમાં જેટલો નફો થયો હોય તે રકમ ઉપાડવા માટે પણ નિયમ હોય છે. લોકો જ્યારે મોટી રકમ જમા થાય ત્યારે જ તે ઉપાડી શકે છે. રકમ 10000 થી લઈને 50000 રૂપિયા સુધીની હોય છે. આ ઉપરાંત તે રકમમાંથી અમુક ટકા ટેક્સ બાદ ચૂકવણી કરવાની શરત પણ હોય છે, જે 10 ટકાથી લઈને 25 ટકા જેટલી હોય છે.

થોડા સમય સુધી લોકો પોતાની રકમ ઉપાડી શકતા હોય છે, પરંતુ ત્યારબાદ રૂપિયાનો ઉપાડ થઈ શકતો નથી. તેમ છતાં આવી એપમાં લોકો વધારે રૂપિયાની લાલચમાં નાણા જમા કરાવે છે. ત્યારબાદ તે રકમના ઉપાડ માટે ટેક્સ ભરાવાનું કહેવામાં આવે છે અને નહીં ભરાય તો આઈડી બંધ થઈ જશે. લોકો સ્કેમર્સની જાળમાં ફસાઈ જાય છે અને ટેક્સની રકમ જમા કરાવે છે.

આ રીતે રહો સાવધાન

માત્ર Google Play Store અથવા Apple App Store પરથી ગેમિંગ એપ્સ ડાઉનલોડ કરો. જો કોઈ એપમાં મોટી રકમનું ઈનામ જીતવાની લાલચ આપે અથવા રકમ જમા કરાવવાનું કહે તો તેમ કરવું નહીં. અજાણી એપમાં બેંકિંગ વિગતો આપવી નહીં. ગેમિંગ કંપનીઓના ઈમેઇલ્સ અથવા ટેક્સ્ટ મેસેજની લિંક્સ પર ક્લિક કરવી નહીં. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડ થાય તો http://cybercrime.gov.in પર ફરિયાદ કરો.


Spread the love

Related posts

બોલિંગ કોચ પારસ મ્હામ્બ્રેએ કહ્યું- તિલક-યશસ્વી પણ આગળ બોલિંગ કરશે:બંનેએ અંડર-19માં પાર્ટ ટાઈમ બોલિંગ કરી છે, તેનાથી ટીમને ફાયદો થશે

Team News Updates

સલમાનની ફિલ્મ ટાઈગર 3નું એડવાન્સ બુકિંગ શરુ, ભાઈજાને કેટરીના કૈફ કરતા 5 ગણી વધારે ફી લીધી

Team News Updates

સિંગર અરમાન મલિકે તેની ગર્લફ્રેન્ડ આશના શ્રોફ સાથે સગાઈ કરી:ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું, કહ્યું, અમારું એકસાથે જીવન અહીંથી શરૂ થયું’

Team News Updates