News Updates
GUJARAT

હિંમતનગરમાં 21 વર્ષનો યુવક હાર્ટએટેકથી ઘરમાંજ ઢળી પડ્યો, રોબોટિક સાયન્સમાં કરિયર બનાવવાનુ હતુ સપનુ

Spread the love

હિંમતનગર શહેરમાં રહેતા કેવિન રાવલ નામના યુવકનુ હાર્ટએટેકને લઈ મોત નિપજ્યુ છે. યુવક કેવિન રાવલ શુક્રવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં જ બેઠો હતો. આ દરમિયાન તેને અસ્વસ્થતા જણાતા તે પોતાના રુમમાં ચાલ્યો ગયો હતો. આ સમયે તેના ઘરે મહેમાન આવેલ હોઈ પરિવારજનો તેમની સાથે વાતોમાં હતા.

રાજ્યમાં નાની ઉંમરે યુવકને હાર્ટ એટેક આવા અને મોત નિપજવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવો જ વધુ એક કિસ્સો હિંમતનગરથી સામે આવ્યો છે. હિંમતનગર શહેરમાં રહેતા કેવિન રાવલ નામના યુવકનુ હાર્ટએટેકને લઈ મોત નિપજ્યુ છે. યુવક કેવિન રાવલ શુક્રવારની મોડી રાત્રે પોતાના પરિવાર સાથે ઘરમાં જ બેઠો હતો. આ દરમિયાન તેને અસ્વસ્થતા જણાતા તે પોતાના રુમમાં ચાલ્યો ગયો હતો. આ સમયે તેના ઘરે મહેમાન આવેલ હોઈ પરિવારજનો તેમની સાથે વાતોમાં હતા.

કેવિન રાવલ પોતાના રુમમાં પહોંચતા જ તેની બેચેની વધતી લાગતા તેણે બે હાથ વડે માથુ પકડ્યુ હતુ અને બાદમાં તે ફર્શ પર જ ઢળી પડ્યો હતો. કેવિનની સ્થિતિને લઈ પરિવારના સભ્ય તેની પાછળ રુમમાં પહોંચવા વેળા જ આ દ્રશ્ય સર્જાતા પરિવારજનોને ફાળ પડી હતી. મહેનાનો અને પરિવારજનોએ કેવિનને ઉપાડીને તુરત જ હોસ્પિટલ ખસેડવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોકે હોસ્પિટલે પહોંચતા જ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેવિન રાવલ 21 વર્ષની ઉંમર ધરાવતો હતો. તેણે હાલમાં જ રોબોટિક સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તે આ દિશામાં જ પોતાનુ કરિયર આગળ વધારવા માંગતો હતો, અને ફરીથી વિદેશ અભ્યાસ જવા માટે વિચારી રહ્યો હતો. આ દરમિયાન જ તેણે પોતાનો જીવ હ્રદયરોગના હુમલાથી ગુમાવ્યો હતો.


Spread the love

Related posts

એક્સપાયરી ડેટનો સામાન વેચનાર ડી માર્ટના વેપારીને 1 લાખ રુપિયાનો દંડ, 50 ટકા રકમ ગ્રાહકને ચૂકવવી પડશે,

Team News Updates

Anand:1 રૂપિયાથી લઈ 10 રૂપિયા દહીના ભાવમાં  વધારો કરાયો, અમૂલના હવે દહીં પણ મોંઘુ

Team News Updates

હમસફર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં આગ:વલસાડ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં આગ લાગતાં અફરાતફરી, જનરેટર કોચમાં આગ લાગ્યા બાદ પેસેન્જર કોચમાં પણ ફેલાઈ

Team News Updates