News Updates
AHMEDABAD

1 કરોડથી વધુનું MD ડ્રગ્સ ઝડપાયું:અમદાવાદમાં બે પેડલર સહિત ત્રણની ધરપકડ, SG હાઈવે અને નારોલ બ્રિજ પાસે હોટલમાંથી ડ્રગ્સ કરતા સપ્લાય, સપ્લાયર વોન્ટેડ

Spread the love

અમદાવાદ શહેરમાં ફરીવાર નારોલ અને એસજી હાઈવે પરથી ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. બે દિવસમાં 1.20 કરોડથી વધુ રકમનો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક મહિનામાં ક્રાઈમ બ્રાન્ચે 9 NDPSના કેસ કરીને 2 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. એક ડ્રગ્સ પેડલર ઓર્ડર મુજબ રાજસ્થાનથી ડ્રગ્સનો જથ્થો લઈને આવતો અને બીજો દર ત્રણ દિવસે પાલનપુરથી રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લાવતો હતો.

નારોલમાં શિમલા હોટલમાંથી પેડલરને ડ્રગ્સ સાથે ઝડપ્યો
પ્રાપ્ત વિગત પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રિજ પાસે આવેલી શિમલા હોટેલમાંથી તૌફિક ઉર્ફે ટાઈગર ઘાંચીને 521.800 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. ટાઈગર ઘણા સમયથી ઉદયપુરથી આરિફ પઠાણ નામના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મગાવી અમદાવાદમાં સપ્લાય કરતો હતો. આરીફ અમદાવાદના તૌફિક તથા અન્ય ડ્રગ્સ ડિલરો પાસેથી જ્યારે પણ ડ્રગ્સનો ઓર્ડર મળે ત્યારે તેના ડ્રગ્સ પેડલર સુહેલ અસરફ મંસુરીને ડ્રગ્સનો જથ્થો લઈને અમદાવાદ મોકલી આપતો હતો.

આરીફ હોટલમાં ચાર-પાંચ દિવસ રોકાતો
આરીફ અમદાવાદ આવીને હોટેલમાં ચાર-પાંચ દિવસ રોકાતો હતો અને આરિફના જણાવ્યા પ્રમાણે અલગ અલગ ડ્રગ્સ ડિલરોને ડ્રગ્સ આપતો હતો. આ ડ્રગ્સના પૈસા તે ઓનલાઈન અથવા તો મની ટ્રાન્સફરથી મેળવતો હતો. આરોપી તૌફિક, ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા દ્વારા ડ્રગ્સના ઓર્ડર આપાયા બાદ આરોપી આરીફે રાજસ્થાન ઉદેયપુરથી એક કિલો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો લઈ સુહેલઅસરફ મંસુરીને મોકલી આપ્યો હતો.

52.18 લાખનું ડ્રગ્સ કબ્જે કરાયું
સુહેલઅસરફ મંસુરી ઉદેયપુરથી પાંચ દિવસ પહેલા અમદાવાદ આવી નારોલ બ્રિજ પાસે આવેલ હોટલ શિમલા ખાતે રોકાયો હતો. જ્યા આરોપી સુહેલઅસરફ મંસુરીએ તેની પાસેના એક કિલો મેફેડ્રોના જથ્થામાંથી આરીફના જણાવ્યા મુજબ ઇમરાનખાન પઠાણ, ઝહીર વોરા, તૌફિકને ડ્રગ્સનો જથ્થો આપ્યો હતો. દરમિયાન ગઈકાલે સુહેલઅસરફ મંસુરી પાસેથી તૌફિક ફરીથી ડ્રગ્સનો જથ્થો લેવા આવતા પકડાઈ ગયો હતો. તેની પાસેથી 52.18 લાખનું ડ્રગ્સ કબ્જે કરાયું હતું. આરોપી તૌફિક અગાઉ મારામારીના ગુનામાં પણ પકડાયો હતો.

છારોડી પાટીયા પાસેથી પેડલરને ડ્રગ્સ સાથે ઝડપ્યો
આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચે જાકીરહુસૈન શેખને 594.800 ગ્રામના 59.48 લાખની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે છારોડી પાટિયા પાસેથી ઝડપી લીધો હતો. આરોપી જાકિરે ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં જણાવ્યું હતું કે, તે અને તેનો ભાઈ અનવરહુસૈન છ મહિનાથી પાલનપુરના કણોદરથી મનુભાઈ નામની વ્યક્તિ પાસેથી ડ્રગ્સ ખરીદીને અમદાવાદમાં જુદા જુદા પેડલરોને આપીને ધંધો કરતા હતાં.

એક મહિનામાં NDPSના 9 કેસ થયા
રિક્ષામાં દર ત્રણ દિવસે પાલનપુરથી ડ્રગ્સનો જથ્થો મંગાવતા હતાં. આ જથ્થો આરોપી અનવરહુસેન પોતાના ઘરમાં સંતાડી રાખતો હતો અને નાની નાની પડીકી બનાવીને વેચતો હતો. આરોપીનો ભાઈ અનવર હુસૈન રાજસ્થાનમાં જેલમાં હતો ત્યારે મનુભાઈ સાથે મુલાકાત થઈ હતી અને ત્યાં જ બંને જણાએ ડ્રગ્સનો ધંધો કરવાનું નક્કી કર્યું હતું. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા છેલ્લા એક મહિનામાં એમડી ડ્રગ્સ, કોકેઈન ગાંજો, નશીલી કફ સિરપ જેવા પદાર્થોનો કુલ બે કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને 9 જેટલા કેસો કરવામાં આવ્યાં છે.

રાજસ્થાનના ઉદયપુરથી ડ્રગ્સ લઈને આવતા
ક્રાઈમ બ્રાન્ચના એસીપી નિરજ બડગુર્જરે જણાવ્યું હતું કે, ગઈકાલે અને આજે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા બે કેસમાં 1116 ગ્રામ MD કબ્જે કરવામાં આવ્યું છે. બંન્ને કેસમાં 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેને માલ આપનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે સાથે પહેલાના ગુનાની વાત કરવામાં આવે તો, ગઈકાલે નારોલ બ્રિજની રોડ ઉપર 2 આરોપી તૌફિક અને સુહેલઅસરફ MD ડ્રગ્સની સાથે ઝડપતા તેમની ઉપર પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. 521 ગ્રામથી વધુ તેની કિંમત 52,18,000 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બે આરોપી સાથે અન્ય એક આરોપી છે તેને વોન્ટેડ છે. તેમજ આજે જે કેસ કરવામાં આવ્યો છે તેમાં આરોપી જાકીરહુસૈનની SG હાઈવેથી ધરપકડ કરવામાં આવી છે. તેમાં કુલ બે આરોપી વોન્ટેડ છે. અગાઉ જે કેસ હતો તેમાં રાજસ્થાનના ઉદયપુરથી માલ લઈને આવતા હતા. આ માલ અહીં ડીસ્ટ્રીબ્યુટ કરતા હતા. તેમજ આજે જે કેસ કર્યો છે તે પણ રાજસ્થાનથી માલ લઈને આવતો હતો.

આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
વધુમાં જણાવ્યું હતું કે, આજે પકડાયેલો આરોપી જાકીરહુસૈન નામના શખસ પાસેથી કુલ 594 ગ્રામ 800 મિલીગ્રામ ડ્રગ્સની કિંમત 59,48,000 છે તે માલ કબ્જે કરવામાં આવ્યો છે. હાલ જાકીરહુસૈન પેડલર છે, આરોપીના રિમાન્ડ મેળવવામાં આવશે અને સમગ્ર નેટવર્ક જાહેર કરવામાં આવશે. આરોપીને ડ્રગ્સનો જથ્થો આપનાર અનવર હુસેને અને મનુએ અગાઉ પણ રાજસ્થાનની જેલોમાં જુદાં જુદાં સમયે ભેગા મળ્યા હતા અને તેમની પાસેથી જુદાં જુદાં ક્વોન્ટીટી જથ્થો લાવતા હતા. તેમજ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમજ અન્ય વિગતો રિમાન્ડ દરમિયાન તપાસમાં બહાર આવશે.

આરોપીઓ અગાઉ પણ ટ્રીપો કરી ચૂક્યા છે
વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ અગાઉ પણ ટ્રીપો કરી ચૂક્યા છે, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની ટીમોને બાતમી મળતા તાત્કાલિક તેના પર કેસો કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પોલીસ દ્વારા ઘણાં બધા કેસો કરવામાં આવ્યા છે. ડ્રગ્સની હેરાફેરી જે વધી છે તેના પર કન્ટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આપણી પાસે એ પણ માહિતી છે કે જે મેન્યુફેક્ચરિંગ કરનાર મૂળ સપ્લાયર કરનાર છે તેને પકડવા માટે તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં પોલીસની ટીમ દ્વારા તેની પણ ધરપકડ કરવામાં આવશે.


Spread the love

Related posts

અમદાવાદ 2024નું આયોજન-સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ,AI ક્ષેત્રના નિષ્ણાતોનો પરિસંવાદ

Team News Updates

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates

Weather:તમામ જિલ્લામાં વરસાદની સંભાવના આજે દક્ષિણ ગુજરાતના,રાજ્યમાં પ્રવેશશે 48 કલાકમાં ચોમાસું

Team News Updates