વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ ગઈ છે. કિટના સ્પોન્સર એડિડાસે જર્સીના ખભા વિસ્તાર પર તિરંગાના રંગો ઉમેર્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ‘તીન કા ડ્રીમ હૈ અપના’ થીમ સોંગ સાથેની જર્સી જાહેર કરી.
ભારતમાં 5 ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપ રમાશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આજે એટલે કે બુધવારે બપોરે 12 વાગ્યે વર્લ્ડ કપનું ઑફિશિયલ સોંગ પણ રિલીઝ કર્યું હતું.
ખભા પર તિરંગાનો રંગ આપ્યો
એડિડાસ આ વર્ષે જૂનમાં જ ભારતની જર્સી સ્પોન્સર બની હતી. ટીમ ઈન્ડિયાની વન-ડે જર્સી જે તે સમયે રિલીઝ કરવામાં આવી હતી તેના ખભા પર 3 સફેદ રંગની રેખાઓ હતી. તે રેખાઓ હવે તિરંગાના રંગમાં બનાવવામાં આવી છે, એટલે કે ઉપર કેસરી, મધ્યમાં સફેદ અને નીચે ઘેરા લીલા.
થીમ સોંગમાં રોહિત, કોહલી અને હાર્દિક પણ જોવા મળ્યા
BCCIએ બુધવારે બપોરે લગભગ 2 વાગ્યે 2 મિનિટ 21 સેકન્ડનું થીમ સોંગ લોન્ચ કર્યું હતું. આ ગીત ‘અસંભવ નહીં હૈ યે સપના, તીન કા ડ્રીમ હૈ અપના’ થીમ પર બનાવવામાં આવ્યું હતું. તીન કા ડ્રીમ એટલે કે ત્રીજી વખત વન-ડે વર્લ્ડ કપ જીતવાનું ભારતનું સપનું ગીતની મદદથી દર્શાવવામાં આવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં બે વખત વન-ડે વર્લ્ડ કપ જીત્યો છે.
આ ગીતમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, શાર્દૂલ ઠાકુર, રવીન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજ જોવા મળ્યા હતા.
ટીમ ઈન્ડિયા વોર્મ અપ મેચમાં નવી જર્સી પહેરશે
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માત્ર વોર્મ-અપ મેચમાં જ નવી જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. ટીમ ઈન્ડિયા 30 સપ્ટેમ્બરે ઇંગ્લેન્ડ સામે તેની પ્રથમ વોર્મ-અપ મેચ રમશે. ટીમની વોર્મ-અપ મેચ 3 ઓક્ટોબરે નેધરલેન્ડ્સ સામે થશે. આ બંને મેચમાં ભારતીય ખેલાડીઓ નવી જર્સી પહેરશે.
વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મેચ ચેન્નઈના એમએમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલશે
ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ અને અગાઉની રનર અપ ન્યૂઝીલેન્ડની ટીમ વચ્ચે ઓપનિંગ મેચ યોજાશે. 12 નવેમ્બર સુધી ગ્રુપ સ્ટેજની 45 મેચ રમાશે. 15 અને 16 નવેમ્બરે બે સેમિફાઈનલ રમાશે જ્યારે ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.