News Updates
RAJKOT

રાજકોટની આ ગૌશાળા કોઈ મહેલથી કમ નથી, તસવીર જોશો તો આપણી ધરોહરની થશે ઝાંખી

Spread the love

રાજકોટની આ ગૌશાળાનું નામ શ્રી ક્રિષ્ના ગૌ-ધામ છે.જે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી છે. આ ગૌશાળામાં 200થી વધારે ગાય છે.આ ગૌશાળામાં ફિલ્મસ્ટાર. ક્રિકેટર. સાધુસંતો. ઉદ્યોગપતિ હોય કે હોય દરેક કલાકારે અહિંયા રોકાણ કરેલુ છે.આ ગૌશાળા ગુજરાત આખામાં પ્રખ્યાત છે.

રાજકોટની આ ગૌશાળાનું નામ શ્રી ક્રિષ્ના ગૌ-ધામ છે.જે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી છે. આ ગૌશાળામાં 200થી વધારે ગાય છે. આ ગૌશાળામાં ફિલ્મસ્ટાર, ક્રિકેટર, સાધુસંતો, ઉદ્યોગપતિ હોય કે દરેક કલાકારે અહિંયા રોકાણ કરેલુ છે. આ ગૌશાળા ગુજરાત આખામાં પ્રખ્યાત છે.

આ ગૌશાળા એટલી સુંદર છે કે અત્યારના કપલ અહિંયા પ્રિ વેડિંગ શૂટ પણ કરાવે છે આ સાથે જ સગાઈ પછી તેઓ ફોટોગ્રાફી માટે અહિંયા આવે છે. અહિંયા ફોટોશૂટથી લઈને રોકાણ કરવું હોય તો પણ અહિંયા બધુ વિનામુલ્યે છે. અહિંયા રાજકોટની જાહેર જનતા માટે બધુ જ ફ્રીમાં છે. અહિંયા કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી.

આ ગૌશાળામાં જુની પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે. તમને અહિંયા પિતળના વાસણો, પટારો, ઘંટલો, તલવારો, બેડા, ગાગર, ટોપ, બકડીયા અને એન્ટીક કારનો ખજાનો જોવા મળશે.અહિંયા નાના બાળકો માટે ખાસ સુંદર મજાનું ગાર્ડન પણ છે. જ્યાં બાળકોને મોજ પડી જાય છે.અહિંયા આસપાસના લોકો પણ આ ગૌશાળાની મુલાકાત લેવા માટે આવે છે.

આ ગૌશાળાનું નિર્માણ સ્વ. બાબુભાઈ રામસુરભાઈ વાંકે કર્યું હતું. આજે તેમના દિકરાઓ આ ગૌશાળાનું સંચાલન કરી રહ્યાં છે. આ ગૌશાળામાં સ્વ.બાબુભાઈના દિકરાઓ રોજ સાંજે 5 વાગ્યે ભેગા થાય છે અને ગાયોની સેવા કરે છે. અહિંયા તેઓ ગાયો સાથે પોતાનો સમય વિતાવે છે.

આ ગૌશાળાની મુલાકાત અત્યાર સુધીમાં અનેક નામાંકિત કલાકારો લઈ ચૂક્યા છે. અહિંયા ઘણા ગીતોના શૂટિંગ પણ થયા છે.100થી વધુ પ્રીવેડિંગ અહિંયા થયા છે. નવા ઉભરતા કલાકારોને પણ અહિંયા પ્રોત્સાહન આપવામાં આવે છે. અત્યારે યુટ્યૂબ પર 70 વધુ ગીતો આ ગૌશાળામાં શૂટ થયેલા ધુમ મચાવી રહ્યાં છે.

આ ગૌશાળાની મોરારીબાપુ, જીજ્ઞેશદાદા સહિત અનેક સંતોએ મુલાકાત લીધી છે. આ સાથે જ ફિલ્મ કલાકાર અમીષા પટેલ, ટીવી કલાકાર જેઠાલાલ અને બબિતાજીએ પણ આ ગૌશાળાની મુલાકાત લીધી છે અને અહિંયા તેઓએ રાત્રિ રોકાણ પણ કર્યું છે.


Spread the love

Related posts

ક્લાસ-3ની ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર:હવે બે ગ્રુપ, અપર ક્લાસ-3માં પ્રાથમિક અને મેઈન્સ તો લોવર ક્લાસ-3માં માત્ર પ્રાથમિક પરીક્ષા લેવાશે, પ્રશ્નો GPSC લેવલના હશે

Team News Updates

આખલાએ યુવતીને ઉલાળ્યાના CCTV:રાજકોટમાં ભૂરાયો થયેલો આખલો રસ્તા પર દોડતો દોડતો આવ્યો ને ચાલુ ટુવ્હિલર પર જતી યુવતીને ઢીંક મારી પછાડી

Team News Updates

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Team News Updates