News Updates
GUJARAT

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો, કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ કર્યો હુમલો

Spread the love

સ્વામિનારાયણ અને સનાતનનો વિવાદ ફરી ગરમાયો છે. મહિસાગરના લુણાવાડામાં સ્વામિનારાયણને મોટા બતાવવાનો પ્રયાસ કરાયાના આરોપ લગાવવામાં આવ્યો. છપૈયા સોસાયટીમાં ગણપતિ કરતા સ્વામિનારાયણને મોટા બતાવાયા હતા. મીડિયા કર્મચારી કવરેજ કરવા જતાં હુમલો કરાયો હોવાની પણ વાત સામે આવી હતી.

મહીસાગરના લુણાવાડા શહેરમાં છપૈયા ધામ સોસાયટી વિસ્તારમાં ગણપતિ ભંડારમાં સ્વામિનારાયણ ભગવાનની ગણપતિ કરતા મોટા બતાવતા વિવાદ સર્જાયો છે. એક ફેસબુક એકાઉન્ટમાં કરેલ પોસ્ટના આધારે મીડિયા કર્મી ત્યાં કવરેજ કરવા જતા મીડિયા કર્મી ઉપર હુમલો કરવામાં આવ્યો. અંદાજિત 1000 મહિલા તેમજ પુરુષોના ટોળાઓ એ મીડિયા કર્મીઓ પર હુમલો કર્યો હતો.

કેમેરા સહિત મંદિરમાં બન્ને મીડિયા કર્મીઓને ગોધી રાખવામાં આવ્યા તેમના કેમેરા મોબાઇલ પણ લઈ લેવામાં આવ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી છે અને અમારા ભગવાન મોટા તેમ કહી મીડિયા કર્મીઓને માફી માગવા માટે પણ કહ્યું. લુણાવાડા શહેરમાં સમગ્ર ઘટનાને લઈને ભારે રોષ છે. લુણાવાડા છપૈયા ધામ સોસાયટીના રહીશો દ્વારા હુમલો તથા ભારે રોષ વ્યાપ્યો છે.


Spread the love

Related posts

મિલકત માટે 6 લગ્ન, 200 કરોડ પર હતી નજર, લુંટેરી દુલ્હનની વાત સાંભળીને ભમી જશે મગજ

Team News Updates

દિવ્યાંગ નકલી પગમાં ગાંજો સંતાડી બેખોફ વેચતો:ધો.12 પાસ થયાની ખુશી ટ્રેન અકસ્માતે છીનવી, બંને પગ કપાઈ જતાં નશાના વેપારમાં સંડોવાયો, કહાણી સાંભળી પોલીસ પણ ચોંકી

Team News Updates

JETPUR:શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન