વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર નાર્કોટીક્સ/ટ્રાફિક જાગૃતિ અભિયાન રેલીનું અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ટ્રાફિક જાગૃતિના બેનર અને નાર્કોટીક્સના જાગૃતિ બેનર સાથે વલસાડ શહેરની શાળા કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું. શહેરના યુવાનો અને શાળા કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને ડ્રગ્સ સહિતના વ્યસનોથી યુવાનોને દૂર રાખવાનો વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
વલસાડ SP ડૉ. કરણરાજ વાઘેલાએ શહેરમાં રહેતા યુવાનોમાં ટ્રાફિક જાગૃતિ લાવવા અને નાર્કોટિક્સ સહિત અન્ય વ્યસનોથી દૂર રાખવા માટે શહેરના મુખ્ય માર્ગો ઉપર જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરી એક રેલીનું આયોજન કરવા આવ્યું હતું. વલસાડ જિલ્લામા યુવાનો અને સામાન્ય જનતાને માદક દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અને ટ્રાફિક નિયમો વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર યોજાયેલી એક રેલીમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પોલીસ સ્ટાફના સભ્યોએ વલસાડ શહેર વિસ્તારમાં માદક દ્રવ્યોના સેવનથી થતા નુકસાન અને ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવા માટે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેલીનું આયોજન કર્યું હતું. જેમાં નાર્કોટીક્સ, સિગારેટ જેવા વિવિધ બેનરો, કોફી પદાર્થો જેવા કે નાર્કોટીક્સ, સિગારેટ, તમાકુ સામે મજબૂત બનો, નશીલા પદાર્થોથી દૂર રહો જીવલેણ છે અને ટ્રાફિકના નિયમોની જાગૃતિ અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરો અને ત્રણ કિલોમીટર વિસ્તારમાં રેલી કાઢી અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શહેરમાં વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો માટે જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાયા છે. રેલીમાં શાહ એન.એચ. કોમર્સ કોલેજ, શેઠ આર.જે.જે. હાઈસ્કૂલ, જે.એચ. ગર્લ્સ કોલેજ, G.V.D. સાર્વજનિક હાઈસ્કૂલ, D.M.D.G. મ્યુનિસિપલ હાઈસ્કૂલ, બાઈ આવાબાઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.