News Updates
RAJKOT

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ભાદરવાના બફારામાં ખેલાડીઓએ પરસેવો પાડ્યો, ભારતની ટીમ સાંજે પ્રેક્ટિસ કરશે

Spread the love

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. ત્યારે આવતીકાલે મેચમાં જીત મેળવવામાં માટે આજે બપોરે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ મેદાન પર નેટ પ્રેક્ટિસ કરી હતી. ભાદરવા મહિનામાં ઉનાળા જેવો તડકો પડી રહ્યો છે. બીજી તરફ અસહ્ય બફારો હોવાથી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પરસેવે રેબઝેબ થયા હતા. ટીમના મેનેજર કેપ્ટન તેમજ કોચ દ્વારા પિચનું પણ નિરીક્ષણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સખત તાપમાં નેટ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે ભારતીય ટીમના ખેલાડીઓ સાંજના 5થી 8 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરશે.

મેક્સવેલ અમારા માટે એક્સફેક્ટર બનશેઃ મિચલ સ્ટાર્ક
ઓસ્ટ્રેલિયન ખેલાડી મિચલ સ્ટાર્કે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્લ્ડકપ પહેલાની આ સિરીઝ છે. ભારતમાં સારા વાતાવરણ વચ્ચે આગલી બન્ને મેચો રમાઈ છે. ભારતમાં દરેક મેદાન પર સ્થિતિ અલગ અલગ હોય છે. ભારતમાં સતત વિકેટ બદલાતી હોય છે. જે અમારા માટે પડકારરૂપ છે. મેક્સવેલ પણ ઈન્જર્ડ હતા, પરંતુ હવે મેક્સવેલ પણ ફિટ થઈ જતા હવે ટીમ મજબૂત બની છે. મેક્સવેલ અમારા માટે એક્સફેક્ટર બનશે. હું મારી પર્સનલ વાત કરું તો મને વન-ડે મેચ રમવું ખૂબ જ ગમે છે અને ભવિષ્યમાં વન-ડેની મહત્વતા પણ વધુ રહેશે. વર્લ્ડકપને ધ્યાનમાં રાખી બોલિંગમાં પણ બદલાવ લાવવામાં આવી રહ્યો છે.

આવતીકાલે સિરીઝની અંતિમ મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી 3 મેચની વન-ડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ આવતીકાલે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાનાર છે. જેને લઈ ગઈકાલે બન્ને ટીમનું સાંજે રાજકોટમાં આગમન થયું હતું. આવતીકાલની મેચમાં ભારતીય ખેલાડીઓ વાઇટવોશ કરવા માટે મેદાને ઉતરશે તો ઓસ્ટ્રેલિયન ટીમ પણ વાઇટવોશથી બચવા માટે મેદાને ઉતરશે. વર્લ્ડકપ પહેલાની ફાઈનલ અને મહત્વપૂર્ણ મેચ માટે બન્ને ટીમ દ્વારા જીત માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે.

મેક્સવેલ, વોર્નર, હેઝલવૂડે નેટ પ્રેક્ટિસ કરી
હાલ તો રાજકોટ ક્રિકેટમય બની ગયું છે. આજે ઓસ્ટ્રેલિયાની ટીમ રાજકોટની ફોર્ચ્યુન હોટલ ખાતેથી નીકળી બપોરના 1 વાગ્યે જામનગર રોડ પર આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે પહોંચી નેટ પ્રેક્ટિસ કરી હતી. આ નેટ પ્રેક્ટિસ દરમિયાન ઓસ્ટ્રેલિયન ટિમના કેપ્ટન પેટ કમિન્ષ, મેક્સવેલ, વોર્નર, હેઝલવુડ, મિચલ સ્ટાર્ક, એલેક્ષ કેરી સહિતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા નજરે પડ્યા હતા.


Spread the love

Related posts

ધ્યાન રાખજો તમારી દુકાન સીલ ન થાય!:રાજકોટમાં ગંદકી ફેલાવતા અને જાહેરમાં કચરો ફેંકતા 45 સામે દંડની કાર્યવાહી, એક દુકાન સીલ, 6.8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું

Team News Updates

ચેતજો RAJKOT!!: ઉનાળામાં કંઈપણ પિતા પહેલા જરા તપાસજો, રાજકોટની બજારમાં વગર લાઈસન્સે ધીકતા ધંધા શરુ…

Team News Updates

ગ્રામજનોની ચીમકી ઉગ્ર વિરોધ:જેતપુરમાં બનતા બ્રિજ નજીક જો ગટર બનશે તો જોયા

Team News Updates