વર્લ્ડ કપ 2023ની વોર્મ-અપ મેચમાં સાઉથ આફ્રિકાના ખેલાડી હેનરિક ક્લાસેન ન્યૂઝીલેન્ડ સામે એવો બોલ ફેંક્યો કે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જેમણે ક્લાસેનનો આ બોલ જોયો તેઓ પોતાની આંખો પર વિશ્વાસ કરી શક્યા નહીં. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
હેનરિક ક્લાસેન તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. પરંતુ વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની વોર્મ-અપ મેચમાં તેણે ન્યૂઝીલેન્ડ સામે બોલ સાથે કંઈક એવું કર્યું, જેના પછી તે હેડલાઈન્સમાં છે. હેનરિક ક્લાસેને (Heinrich Klaasen) વોર્મ-અપ મેચમાં એવો બોલ ફેંક્યો કે જેને જોઈને બધા ચોંકી ગયા હતા. વાસ્તવમાં, ક્લાસેને ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે એક બોલ ફેંક્યો હતો જે બેટ્સમેન અને વિકેટકીપર બંનેના માથા ઉપર ગયો અને બાઉન્ડ્રી બહાર ગયો હતો.
હેનરિક ક્લાસેનની ફની બોલિંગ
આ ઘટના ન્યૂઝીલેન્ડની ઈનિંગ્સની 24મી ઓવરમાં બની હતી. ક્લાસેન તેની સ્લો મીડિયમ ગતિથી બોલિંગ કરી રહ્યો હતો, પરંતુ ઓવરની ચોથી બોલ ફેંકવા જતા બોલ તેના હાથમાંથી સરકી ગયો અને સીધો બેટ્સમેન અને વિકેટકીપરના માથા પર ગયો હતો. ક્લાસેનનો આ બોલ જોઈને વિકેટકીપર ક્વિન્ટન ડી કોક ચીસો પાડી ઊઠ્યો હતો. ક્લાસેને બોલને આટલો ઊંચો ફેંક્યો હતો તે વાત પર તેને વિશ્વાસ નહોતો આવતો. જોકે હેનરિક ક્લાસેને આ બોલ જાણી જોઈને ફેંક્યો ન હતો. પરંતુ બોલ ક્લાસેનના હાથમાંથી સરકી ગયો હતો.
દક્ષિણ આફ્રિકાએ 9 બોલરોનો ઉપયોગ કર્યો
વોર્મ-અપ મેચમાં ટીમની કેપ્ટનશીપ કરી રહેલા એડન માર્કરામે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં કુલ 9 બોલરોનો ઉપયોગ કર્યો હતો. જેમાં ક્લાસેને પણ 3 ઓવર બોલિંગ કરી હતી અને 23 રન આપ્યા હતા. વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચમાં આફ્રિકન ટીમે બધા બોલરોને તક આપી હતી.
ડેવોન કોનવેનો જાદુ
જો ન્યૂઝીલેન્ડની બેટિંગની વાત કરીએ તો ડેવોન કોનવેએ શાનદાર બેટિંગ કરી હતી. પહેલી વોર્મ-અપ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા કોનવેએ 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 78 રન ફટકાર્યા હતા. કોનવેએ તેની ઈનિંગ બાદ ઈજાગ્રસ્ત થતાં નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો. કોનવે બાદ ગ્લેન ફિલિપ્સ અને ટોમ લેથમે પણ સારી બેટિંગ કરી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે તેની પ્રથમ વોર્મ અપ મેચમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડે 38 બોલ પહેલા 346 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.