News Updates
ENTERTAINMENT

42 વર્ષ જૂનો રેકોર્ડ:ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પહેલી જ મેચમાં 

Spread the love

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં પહેલી મેચ આજે રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન શાન્તોએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ ચેન્નાઈમાં પ્રથમ ટેસ્ટ સીરિઝમાં ભારત વિરુદ્ધ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે 3 ફાસ્ટ બોલર, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ તેમજ રવિચંદ્ર્ન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની સ્પિન જોડીને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કર્યા છે.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના કેપ્ટન નઝમુલ શાન્તોએ આ મેચમાં ટોસ જીત્યા બાદ એક રેકોર્ડ બન્યો છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં છેલ્લી 21 ટેસ્ટ મેચમાં પહેલી વખત એવું થયું છે, જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોય.

આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટોસ હારતાની સાથે જ એક નવો ઈતિહાસ બન્યો છે. ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં 21 ટેસ્ટ મેચમાં પહેલી વખત છે, જ્યારે કોઈ ટીમે ટોસ જીતીને પહેલી વખત બોલિંગ કરવાનો નિર્ણય લીધો હોય.

1982માં કોઈ ટીમે ચેપોકમાં ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારે ઈંગ્લેન્ડે ભારત વિરુદ્ધ 13 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી વચ્ચે ટેસ્ટ મેચમાં ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. આ મેચ ડ્રો રહી હતી.

ચેન્નાઈમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી હતી. પરંતુ ટીમની શરુઆત ખુબ ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર 34 રનની અંદર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પેવેલિયન ભેગા થયા હતા.


Spread the love

Related posts

બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમના પિતા પર હુમલો, કોંગ્રેસ કાર્યાલયની બહાર કાર્યકરોએ કર્યું ગેરવર્તન

Team News Updates

સાત્વિક-ચિરાગ કરિયરની બેસ્ટ વર્લ્ડ રેન્કિંગ પર પહોંચ્યા:મેન્સ ડબલ્સમાં ત્રીજું સ્થાન મેળવ્યું, સિંધુને એક સ્થાનનો ફાયદો; પ્રણય મેન્સ સિંગલ્સમાં નંબર 9 પર યથાવત

Team News Updates

વેસ્ટ ઈન્ડિઝમાં ટીમ ઈન્ડિયા બીચ પર વોલીબોલ રમી:રોહિત-વિરાટ બાર્બાડોસ પહોંચ્યા, 2 ટેસ્ટ મેચની સિરીઝ પહેલા એક અઠવાડિયાનો પ્રેક્ટિસ કેમ્પ

Team News Updates