અમેરિકાએ ઇઝરાયેલને વિશ્વનું સૌથી આધુનિક યુદ્ધ જહાજ આપ્યું છે. ગેરાલ્ડ ફોર્ડ નામનું આ યુદ્ધ જહાજ વિશાળ હોવાની સાથે સૌથી મોંઘી અને ઉચ્ચ તકનીકી ધરાવતા શસ્ત્રોથી સજ્જ છે. જરૂર પડ્યે ગેરાલ્ડ ફોર્ડ ઈઝરાયેલ વતી હમાસ સાથે યુદ્ધ કરી શકશે. આ ખાસ પ્રકારના યુદ્ધ જહાજમાં, આધુનિક મિસાઈલ સહિત અન્ય ઘણા આધુનિક હથિયારોથી સજ્જ છે. જે દુશ્મનને દરિયા માર્ગે વળતો પ્રહાર કરવામાં આપવામાં સક્ષમ છે. આ યુદ્ધ જહાજની ખાસીયતોને જાણો.
અમેરિકાએ, ગાઝા સાથે યુદ્ધે ચડેલા ઇઝરાયલને, વિશ્વના સૌથી વિશાળ અને આધુનિક યુદ્ધ જહાજ આપવાનુ નક્કી કર્યું છે. આ યુદ્ધ જહાજમાં સૌથી મોંઘી અને હાઇટેક હથિયારોનો સમાવેશ કરાયેલો છે. જેથી જરૂર પડ્યે ઈઝરાયેલ આ યુદ્ધ જહાજનો હમાસ સામે ઉપયોગ કરીને દરિયાઈ માર્ગે દુશ્મનના દાંત ખાટા કરી શકે. અમેરિકન નેવીને સત્તાવાળાઓએ યુએસએસ ગેરાલ્ડ ફોર્ડ નામના યુદ્ધ જહાજને તાકીદે ઈઝરાયેલના દરિયાકાંઠે લઈ જવાનો આદેશ આપ્યો છે. ગેરાલ્ડ ફોર્ડ નામનુ યુદ્ધ જહાજ એટલું શક્તિશાળી છે કે, લગભગ પાંચ હજાર સૈનિકો, 90 ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરના ઓપરેશનનું સંચાલન એકસાથે કરી શકે તેમ છે.
આ ખાસ પ્રકારનું ગેરાલ્ડ ફોર્ડ યુદ્ધ જહાજમાં આધુનિક મિસાઈલ સહિત અન્ય ઘણા આધુનિક મારક હથિયારોથી સજ્જ છે. જે દુશ્મનને ક્ષણવારમાં વળતો જવાબ આપવામાં સક્ષમ છે.
વિશ્વનું સૌથી હાઇટેક યુદ્ધ જહાજ :
18 બિલિયન અમેરિકન ડૉલરના ખર્ચે બનેલ આ હાઇ-ટેક યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ યુએસ નેવીનું સૌથી આધુનિક શસ્ત્રોથી સુસજ્જ છે. સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોનો દાવો છે કે યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ દરેક બાબતમાં વિશ્વના કોઈપણ જહાજ કરતા આગળ પડતું છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ 337 મીટર લાંબા હોવા સાથે, 78 મીટર પહોળું અને 76 મીટર ઉંચુ છે. તે એક લાખ ટન સુધીના વજનની વહન ક્ષમતા સાથે સમુદ્રમાં ઝડપથી ફરી શકે છે.
90 ફાઇટર એરક્રાફ્ટ :
યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ 90 ફાઈટર એરક્રાફ્ટ અને અત્યાધુનિક હેલિકોપ્ટર લઈ જઈ શકે છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડની રોજબરોજની કામગીરીના સંચાલન માટે જહાજ પર સાડા ચાર હજાર અધિકારીઓ અને કર્મચારીઓ તહેનાત છે. જેઓ પોતપોતાના ક્ષેત્રમાં નિપુણતા ધરાવે છે. વજન અને કદમાં વિશાળ હોવા છતાં, તે સમુદ્રમાં ખૂબ જ ઝડપથી આગળ વધે છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડની ઝડપ પ્રતિ કલાકે 56 કિલોમીટરે દોડી શકે તેવો અંદાજ છે. જે દરિયાઈ યુદ્ધ જહાજ માટે ઉત્તમ ગતિ ગણાય છે.
રડાર અને સેન્સર ટ્રેકિંગ
યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડમાં લગાવવામાં આવેલા તમામ આધુનિક હથિયારો કોઈપણ સમયે દુશ્મનને ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડના કાફલામાં ક્રુઝર અને વિનાશક હથિયારોનો સમાવેશ થાય છે. આ માટે સાધનો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ સપ્લાય કરતા જહાજો છે. તેમાં લગાવવામાં આવેલ રડાર અને સેન્સર્સ તેને યુદ્ધ જહાજની સરખામણીએ અન્ય કરતા અલગ અને વધુ સુરક્ષિત બનાવે છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ પોતે જ જરૂરીયાત મુજબની વીજળી ઉત્પન્ન કરે છે.
સતત 90 દિવસ સુધી દરિયામાં યુદ્ધ માટે તૈયાર
યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ 90 દિવસ સુધી જરૂરી સાધનોની સાથે દરિયમાં રહી શકે છે. આનો અર્થ એ છે કે તે 90 દિવસ સુધી કોઈપણ બાહ્ય મદદ વિના દુશ્મનને સમુદ્ર માર્ગે કચડી નાખવાની સ્થિતિમાં હોય છે. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડ વર્ષ 2017માં યુએસ નેવીનો ભાગ બન્યું હતું. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડનું સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં લગભગ 10 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. જેની પાછળ US$18 બિલિયન ખર્ચ કરવામાં આવ્યો હતો.
આ રીતે પડ્યું ગેરાલ્ડ ફોર્ડ નામ
યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડનું નામ અમેરિકન રાષ્ટ્રપતિ ગેરાલ્ડ આર ફોર્ડના નામ પરથી રાખવામાં આવ્યું છે. ગેરાલ્ડ આર ફોર્ડે નેવીમાં પણ સેવા આપી હતી. તેથી જ આ અત્યાધુનિક જહાજ તેમને સમર્પિત કરવામાં આવ્યું હતું. યુદ્ધ જહાજ ગેરાલ્ડ ફોર્ડની લશ્કરી તાકાત, ભારતના આઈએનએસ વિક્રાત સાથે તુલના કરીએ તો તેની તાકાતને સરળતાથી જાણી શકશો. ભારતનું સૌથી મોટું જહાજ, INS વિક્રાંત, 45 હજાર ટનની કુલ વહન ક્ષમતા સાથે દરિયામાં છે. INS વિક્રાંત 262 મીટર લાંબુ છે. જ્યારે 62 મીટર પહોળું છે અને 59 મીટર ઉંચુ છે. INS વિક્રાંત 36 એરક્રાફ્ટનું સંચાલન એક સાથે કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે. INS વિક્રાંતના પર 1650 અધિકારીઓ અને કર્મચારીઓ તહેનાત હોય છે. જે INS વિક્રાંતની રોજબરોજની કામગીરી સારી રીતે કરી શકે.