News Updates
RAJKOT

રાજકોટ મનપા દ્વારા રન ફોર યુનિટીનું આયોજન, રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા

Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે સવારે 7 વાગ્યે સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ પોલીસ હેડક્વાટર રેસકોર્ષમાં યોજાયો હતો. મેયર નયના પેઢડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપવા સાંસદ, ધારાસભ્યો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી દોડ લગાવી હતી. રન ફોર યુનિટી પોલીસ હેડક્વાર્ટરથી શરૂ થઇ હતી. આ કાર્યક્રમમાં સંસદસભ્ય, ધારાસભ્ય, મેયર, તેમજ પોલીસ અને મ્યુ. કમિશ્નર સહિત પાંચ હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

‘દેશને એકજૂથ કરવામાં અગત્યની ભુમિકા ભજવી’
આ તકે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશને એક જૂથ કરવા માટે 562 દેશી રજવાડાનું એકીકરણ કરવામાં ખૂબ અગત્યની ભુમિકા ભજવી હતી. તેમણે કરેલા આ પ્રયાસોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ દિવસને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ એક એવું અદભૂત વ્યક્તિત્વ હતાં કે તેઓની જરૂરીયાતો ખુબ જ સીમીત હતી. તેઓ ખુબ જ સાદું જીવન જીવતા હતાં. જોકે, તેઓના દ્રઢ મનોબળથી તેઓ “લોખંડી પુરૂષ”નું ઉપનામ પામ્યા હતા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળ્યા બાદ સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને સમજાવીને અખંડ ભારતનું નિર્માણ ન કર્યું હોત તો ભારતનો નકશો કંઈક જુદો જ હોત.

તેમનું સાદું જીવન સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયીઃ ભરત બોઘરા
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલએ પોતાનું સમગ્ર જીવન દેશને સમર્પિત કર્યું હતું. અખંડ ભારતના શિલ્પી એવા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનું સાદું જીવન પણ સમગ્ર રાષ્ટ્ર માટે આજે પણ પ્રેરણાદાયી છે. તેમના સાદગીભર્યા જીવનનું એક ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, દેશના નાયબ વડાપ્રધાન હોવા છતાં, તેમના ચશ્માની એક બાજુની ડાંડલી તૂટી ગઈ હતી, ત્યારે ચશ્માને દોરી બાંધીને પણ ચલાવતા હતા. દરેક જ્ઞાતિ-જાતિના લોકો એક બનીને રહે તેમાં જ દેશની એકતા અને અખંડીતતા છે, તેવું સરદાર પટેલ માનતા હતાં.


Spread the love

Related posts

RAJKOT:ડાયવર્ઝનનું કામ પુરજોશમાં,રાજકોટમાં નવો ફોરલેન બ્રિજ બનાવવા માટે જૂનો પુલ તોડવાની કામગીરી મે મહિનામાં શરૂ થશે

Team News Updates

રાજકોટ માં વધુ એક અંધશ્રદ્ધા નો કિસ્સો આવ્યો સામે…

Team News Updates

RAJKOT:આશ્રમમાં ગાંજાનું વાવેતર મળ્યું હતું:રાજકોટના વાગુદડમાં સાધુનો સરકારી જમીન પરનો આશ્રમ તોડી પડાશે,મામલતદારે ત્રણ મુદ્દત આપી છતાં એકેય અનુયાયી ખુલાસો કરવા આવ્યો નહીં

Team News Updates