News Updates
SURAT

સુરતની એથર ઈન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગથી 24 કામદારો દાઝ્યા; અચાનક સે બ્લાસ્ટ હુઆ ઔર હમ ભાગને લગેઃ ફર્સ્ટ પર્સન

Spread the love

સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. ઘટનાની જાણ થતાં ફાયરની ત્રણથી વધુ ગાડી દોડી ગઈ છે. ફાયરના જવાનો દ્વારા આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ આગમાં 24 કામદારો દાઝ્યા છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત મુજબ એથર ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં ગત રાત્રે 2 વાગ્યે કોઈ કારણોસર આગ લાગી હતી. આથી કંપનીમાં કામ કરતા કામદારો અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના જવાનો ફાયર ફાઈટરો સાથે પહોંચ્યા હતા. રાતથી ફાયરના જવાનો દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ઘણા બધા લોકો બ્લાસ્ટના કારણે દાઝી ગયા
પ્રત્યક્ષદર્શી શ્રવણ મુખ્યાએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે અમે ઘણા બધા કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. નિયમિત જે કામ હોય છે તે કામ અમારું ચાલુ હતું. આ દરમિયાન એકાએક બ્લાસ્ટ થયો હતો અને અમે ભાગવાનું શરૂ કરી દીધું હતું. ઘણા બધા લોકો બ્લાસ્ટના કારણે દાઝી ગયા હતા. હું જ્યારે બહાર દોડીને આવ્યો ત્યારે કેટલાક ઈજાગ્રસ્તો હતા તેમને લઈને એપલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. ત્રણ જેટલા કામદારોને અહીં લાવવામાં આવ્યા છે. તેમજ અન્ય કેટલાક કામદારોને સચિનની ખાનગી હોસ્પિટલમાં તેમજ અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ફેક્ટરીમાં અફરાતફરી મચી
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. એથર ઇન્ડસ્ટ્રીમાં જ્વલંત કેમિકલો તૈયાર કરવામાં આવે છે. કંપનીની જે સ્ટોરેજ ટેન્ક હતી તેમાં બ્લાસ્ટ થયો હતો. આથી અફરાતફરી મચી ગઈ હતી. ફેક્ટરીમાં કામ કરતા કામદારોએ ફેક્ટરીની બહાર દોડવાનું શરૂ કરી દીધું હતું. ફાયર વિભાગને જાણ થતા ફાયર વિભાગ ઘટનાસ્થળ ઉપર પહોંચ્યું હતું.

કેમિકલની સ્ટોરેજ ટેન્ક લીકેજ હતી
ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે, એથર ઇન્ડસ્ટ્રીમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ ફેક્ટરીમાં કેમિકલ બનાવવાનું કામ થાય છે. હાલ જાણવા મળ્યું છે તે મુજબ સ્ટોરેજ ટેન્કમાં લીકેજ હોવાના કારણે આગ લાગી છે. અંદાજે 24 જેટલા કામદારો દાઝી ગયા છે, તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે અને હવે કૂલિંગની કામગીરી ચાલી રહી છે.


Spread the love

Related posts

Suratના 157 લોકોને Vietnamમાં બંધક બનાવાયા, 1 કરોડની વસુલાત માટે ટૂર ઓપરેટરનું કારસ્તાન

Team News Updates

 આકાશી નજારો બેટમાં ફેરવાયેલ ગામનો:  90 પરિવારોને સ્થળાંતરિત કરાયા, બત્રીસ ગંગા ખાડી ગાંડીતૂર બનતા બલેશ્વર-કુંભારિયા પાણી પાણી

Team News Updates

SURAT:ડિલિવરી કરવા માટે આવ્યો પાણીના બોટલની:દાનત બગાડી ઘરમાં એકલી સુતેલી 12 વર્ષની બાળકીને જોઈને,બળાત્કાર ગુજારવાનો પ્રયાસ કરનારની અટકાયત

Team News Updates