News Updates
INTERNATIONAL

અમેરિકામાં ભાણેજે ત્રણ હત્યા કરી:નાના-નાની અને મામાને ગોળી ધરબી મોતને ઘાટ ઉતાર્યાં, મૃતક દિલીપ બ્રહ્મભટ્ટ પીઆઈ તરીકે નિવૃત્ત થયા હતા

Spread the love

અમેરિકામાં ગુજરાતી યુવાને તેનાં સગાં મામા, નાના-નાનીની ગોળી મારી હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુવાને પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરી હતી. ઘટનાને પગલે તાત્કાલિક દોડી ગયેલી ન્યૂજર્સી પોલીસે યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, હત્યારા યુવાનના નાના ગુજરાત પોલીસમાંથી પીઆઇ તરીકે નિવૃત્ત થયા હતા. મળતી માહિતી અનુસાર, દિલીપભાઇ બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં પુત્રી રિંકુનાં લગ્ન વિદેશમાં થયાં હતાં અને તેણે પુત્ર ઓમને જન્મ આપ્યો હતો. જોકે, બાદમાં રિંકુના છૂટાછેડા થયા હતા. રિંકુ ભારત પરત આવી ગઈ હતી. રિંકુનો ભાઈ યશ બ્રહ્મભટ્ટ અભ્યાસ બાદ અમેરિકામાં સ્થાયી થયો હતો.

દિલીપભાઇ અને તેમનાં પત્ની અમેરિકામાં પુત્ર યશ પાસે આવતા જતાં રહેતાં હતાં. જ્યારે પોતાના ભાણેજ ઓમને અમેરિકામાં સેટ કરવા માટે મામા યશ તેને સાથે લઇ ગયા હતા. આ દરમિયાન ઓમ ડ્રગ્સના રવાડે ચડ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જ્યારે ભાણેજ ઓમે ગનથી મામા, નાના-નાનીને ગોળી ધરબી હત્યા કરી દીધી હતી. તેણે પોઇન્ટ બ્લેન્કથી મામા યશ બ્રહ્મભટ્ટ, નાના દિલીપભાઇ અને નાની બિંદુબેનને ગોળી મારી હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને હત્યારા ઓમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનાની કરુણતા એ છે કે, યશ પરિણીત હતો અને તેને 4 વર્ષનો પુત્ર પણ છે.

શું છે ઘટના
બ્રહ્મભટ્ટ પરિવાર આણંદનો રહેવાસી હતો. આણંદના બાકરોલ રોડ પર રહેતો આ પરિવાર દોઢ મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો. જેમાં નિવૃત્ત પીઆઈ દિલીપ બ્રહ્મભટ્ટ, પત્ની બિન્દુ બ્રહ્મભટ્ટ અને પુત્ર યશ બ્રહ્મભટ્ટ હતાં. આ ત્રણેય ન્યૂજર્સીના મિડસસેક્સ કાઉન્ટીમાં રહેતાં હતાં. યશ બ્રહ્મભટ્ટને થયું કે તેનો ભાણેજ ઓમ બ્રહ્મભટ્ટ પણ અમેરિકા સેટલ થઈ શકશે એટલે તે તેને પણ સાથે લઈ ગયો હતો.

આણંદથી ચાલતા આવતા કૌટુંબિક ડખા અમેરિકામાં પણ ચાલુ રહ્યા હતા. રોજેરોજના ઝઘડામાં ઉશ્કેરાયેલા 23 વર્ષીય ઓમ બ્રહ્મભટ્ટે ઉશ્કેરાઈને તેના મામા યશ, તેના નાના દિલીપ બ્રહ્મભટ્ટ અને નાની બિન્દુ બ્રહ્મભટ્ટની પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. ઘટનાની જાણ થતાં ન્યૂજર્સી પોલીસ પહોંચી હતી અને ઓમ બ્રહ્મભટ્ટને ઝડપી લઈ ધરપકડ કરી હતી.


Spread the love

Related posts

કોકેઈનની લત વાળા કેનેડાના PM ટ્રુડો નીકળ્યા;વિમાનમાં cocaine ભરી આવ્યા હતા ભારત ! 

Team News Updates

ફ્રાન્સમાં ઈન્ડિયન એરફોર્સના રાફેલનું ફ્લાયપાસ્ટ:PM મોદીએ ભારતીય સેનાના જવાનોને સલામી આપી; ‘સારે જહાં સે અચ્છા’ની ધૂન ગુંજી ઊઠી

Team News Updates

1300 કરોડના ખર્ચે બની રહેલી ઇમારત તબાહ,અમેરિકામાં ભીષણ આગના લીધે ભારે નુકસાન

Team News Updates