News Updates
INTERNATIONAL

હવે જર્મનીમાં ખાલિસ્તાનનાં નારા લાગ્યા:ગુરુદ્વારા શીખ સેન્ટરમાં KCF ચીફ પંજવડની તસવીર લગાવી, પાકિસ્તાનમાં માર્યો ગયો હતો

Spread the love

જર્મનીના ફ્રેન્કફર્ટમાં ગુરુદ્વારા શીખ સેન્ટરમાં ભારત દ્વારા આતંકવાદી જાહેર કરાયેલ અને પાકિસ્તાનમાં માર્યા ગયેલા પરમજીત સિંહ પંજવડની તસવીર લગાવવામાં આવી છે. એટલું જ નહીં, તસવીર લગાવવા દરમિયાન એક કાર્યક્રમ થયો અને ખાલિસ્તાનના સમર્થનમાં નારા પણ લગાવવામાં આવ્યા. આ સાથે ખાલિસ્તાનનો ઝંડો પણ ફરકાવામાં આવ્યો હતો.

આ જર્મનીનું એ જ ગુરુદ્વારા છે, જ્યાં માત્ર પંજવડ જ નહીં, પરંતુ આતંકવાદ અને બ્લુ સ્ટાર ઓપરેશનમાં માર્યા ગયેલા તમામ આતંકવાદીઓની તસવીરો પણ છે. બ્લુ સ્ટાર ઓપરેશન બાદ પણ આ ગુરુદ્વારામાં માર્યા ગયેલા આતંકવાદીઓની તસવીરો પ્રદર્શિત કરવામાં આવી છે. હવે આ તસવીરોમાં આતંકી KCF ચીફ પંજવડની તસવીર પણ લગાવવામાં આવી છે.

અગાઉ પાકિસ્તાનમાં આતંકવાદી માર્યો ગયો હતો
આતંકવાદી સંગઠન ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના ચીફ પરમજીત સિંહ પંજવડની આ મહિને 6 મેના રોજ લાહોરમાં હત્યા કરવામાં આવી હતી. તેની જૌહર નગરની સનફ્લાવર સોસાયટીમાં ઘૂસીને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પંજવડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તે 1990થી પાકિસ્તાનમાં શરણ લઈને રહેતો હતો. તે અહીં મલિક સરદાર સિંહના નામે રહેતો હતો.

કેન્દ્રની આતંકવાદીઓની યાદીમાં પંજવડનું નામ
પરમજીત સિંહ પંજવડનો જન્મ 21 એપ્રિલ 1960ના રોજ પંજાબના તરનતારન જિલ્લાના પંજવાર ગામમાં રહેતા કાશ્મીર સિંહના ઘરે થયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં નવ આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં પરમજીત સિંહ પંજવડનું નામ 8માં નંબરે હતું. આ યાદીમાં તેમના સિવાય બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચીફ વધવા સિંહ બબ્બરનું નામ પણ હતું, જે તરનતારનના જ દાસુવાલ ગામના રહેવાસી છે.

પંજાબમાં ડ્રગ્સ અને હથિયારો મોકલતો હતો
પરમજીત સિંહ પંજવડ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી પંજાબમાં ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હતો. આમાંથી મળેલા પૈસાથી તેણે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સને સક્રિય રાખ્યું હતું. પંજાબમાં આતંકવાદ દરમિયાન પરમજીત તેના પિતરાઈ ભાઈ લાભ સિંહ સાથે 1986માં ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)માં જોડાયો હતો. તે પહેલા તે પંજાબના સોહલમાં કોઓપરેટિવ બેંકમાં કામ કરતો હતો.

1999માં ચંદીગઢમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો
30 જૂન, 1999ના રોજ પંજવાડમાં ચંદીગઢમાં પાસપોર્ટ ઓફિસ પાસે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં ચાર લોકો ઘાયલ થયા છે, જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે. બ્લાસ્ટ કરવા માટે સ્કૂટરની ડેકીમાં બોમ્બ રાખવામાં આવ્યો હતો. સ્કૂટર પર પાણીપત (હરિયાણા)ની નંબર પ્લેટ હતી. ત્યારબાદ પોલીસે સ્કૂટર માલિક શેર સિંહની પાણીપતથી ધરપકડ કરી હતી.

પંજવડ ફરીથી ખાલિસ્તાન ચળવળને હવા આપી રહ્યો હતો
પરમજીત સિંહ પંજવાડ, બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના વડા વધાવા સિંહ અને પાકિસ્તાનમાં હાજર ભારતીય શીખ યુથ ફેડરેશનના વડા લખબીર સિંહ રોડે સાથે મળીને પંજાબમાં ખાલિસ્તાન ચળવળ અને આતંકવાદને ફરીથી હવા આપી રહ્યો હતો. આ માટે પંજાબમાં હથિયાર અને ડ્રગ્સ સતત મોકલવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયથી લઈને આઈબી અને પંજાબ પોલીસ સુધીની કાઉન્ટર ઈન્ટેલિજન્સ ટીમો તેમના નેટવર્કને તોડવામાં વ્યસ્ત છે.


Spread the love

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો! યૌન શોષણના કેસમાં દોષિત જાહેર, કોર્ટે 41 કરોડનો દંડ ફટકાર્યો

Team News Updates

બ્રિક્સમાં નવા દેશોને જોડવા પર મોદીએ કહ્યું- અવરોધો તોડીશું:આજે નવા સભ્યોની જાહેરાત થઈ શકે છે; સાઉદી અરેબિયા, ઈરાન આ રેસમાં સામેલ

Team News Updates

Chemical Fertilizer: ભારતમાં રાસાયણિક ખાતર બનાવવાની શરૂઆત ક્યારથી થઈ? જાણો તેનો ઈતિહાસ

Team News Updates